________________
અને દર્ભાસન રાખે છે, પગમાં પાદુકા પહેરે છે પ્રાય: બ્રહ્મચારી તથા સ્વેચ્છાચારી તે નારદ, દેવોએ ઉછેરેલા હોવાથી પૃથ્વી ઉપર દેવર્ષિ તરીકે સુપ્રસિદ્ધ છે.
આ રીતે શ્રી નારદજીનો પરિચય આપી રહેલા લંકાપતિ “શ્રી રાવણ' પાસે શ્રી મરુત' રાજાએ યજ્ઞથી ઉત્પન્ન થયેલા પોતાના અપરાધની ક્ષમા યાચી અને પોતાની કનકપ્રભા' નામની કન્યા તે જ વખતે શ્રી રાવણ'ને આપી અને શ્રી રાવણ પણ ‘મરુત' રાજાની તે કન્યા સાથે પરણ્યા. શ્રી નારદજીની ઈચ્છા મુજબ શ્રી રાવણે ‘મરુત' રાજાના પાશમાંથી પશુઓને ય મુક્ત કરાવ્યા અને ‘મરુત રાજાને પણ યજ્ઞકાર્ય કરતો બંધ કર્યો. તે પછી પોતે ‘મરુત' રાજાનો જામાતા બન્યો.
ચમરેન્દ્ર અને મધુનો પૂર્વ વૃત્તાંત ત્યાર પછી
પવનના જેવા બળવાન્, ગુરુપરાક્રમી અને ‘મરુત' રાજાના યજ્ઞનો ભંગ કરનાર શ્રી રાવણ, ત્યાંથી મથુરા નગરી તરફ ગયા. શ્રી રાવણ પોતાની નગરી પ્રત્યે આવે છે, એમ જાણીને ‘મથુરાનગરીનો રાજા હરિવાહન’ ‘શૂલ' નામના શસ્ત્રને ધરનાર શ્રી ઈશાન ઇદ્રના જેવા પોતાના પુત્ર મધુની સાથે રાજા શ્રી રાવણની સામે આવ્યો. ભક્તિપૂર્વક જ પોતાની સામે આવેલા તે રાજા પ્રત્યે પ્રીતિને પામેલા શ્રી રાવણે પણ વાર્તાલાપ કર્યા અને પૂછ્યું કે તમારા આ દિકરાને ‘શૂલ' નામના આયુધની પ્રાપ્તિ ક્યાંથી થઈ ? આ પ્રષ્નનો ઉત્તર આપવા માટે હરિવાહન' રાજાએ પોતાના પુત્ર “મધુને ભ્રકુટીના ઈશારાથી આદેશ કર્યો. પોતાના પિતાશ્રીના આદેશથી ‘મધુએ પણ કહ્યું કે આ ‘શૂલ' નામનું આયુધ મને મારા પૂર્વજન્મના મિત્ર શ્રી ચમરેંદ્ર આપેલું છે, અને એ આયુધ આપતા મને શ્રી અમરેંદ્ર મારો તથા પોતાનો પૂર્વ વૃત્તાંત કહેતાં કહ્યું હતું કે ધાતકીખંડ' નામના દ્વીપમાં આવેલા ઐરાવત ક્ષેત્રમાં 'શતદ્વાર નામના મોટા નગરમાં ‘સુમિત્ર' નામનો એક રાજપુત્ર અને ‘પ્રભવ' નામનો એક કુલપુત્ર હતો. જેમ કવિઓની કલ્પનામાં વસંત
તું અને કામદેવને ગાઢ મૈત્રી છે, તેની જેમ એ બેયને ગાઢ મિત્રાચારી હતી. અશ્વિનીકુમારોની જેમ કદી પણ વિયોગને નહિ સહી શકનારા તે ૧૮૯ રાક્ષશવંશ ગરિક
અને વાનરવંશ
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫
,