________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ૭૨ રજોહરણની ખાણ ‘મેઘરવ' નામના પર્વત ઉપર ગયા. તે પહાડ ઉપર આવેલા એક સરોવરમાં જેમ ક્ષીરસાગરમાં અપ્સરાઓ સ્નાન કરે, તેમ સ્નાન કરતી છ હજાર વિદ્યાધરની કન્યાઓને ‘શ્રી રાવણે’ જોઈ સૂર્યને જોઈને જેમ કમલિનીઓ વિકસિત થાય, તેમ વિકસિત થયાં છે લોચનરૂપી કમળો જેનાં એવી અને અનુરાગવાળી થયેલી તથા ‘શ્રી રાવણ'ને નાથ તરીકે ઇચ્છતી એવી તે ખેચર કન્યાઓ રાવણને જોવા લાગી. સ્ત્રીજાતિ સામાન્ય રીતે લજ્જાળું હોય છે, પણ તે ક્યાં સુધી ? જ્યાં સુધી કામનો અતિરેક ન થાય ત્યાં સુધી જ ! અત્યંત કામથી પીડિત થયેલી તે વિઘાઘર કન્યાઓએ એકદમ લજ્જાને દૂર કરીને પોતાની મેળે જ
“મર્તા નસ્ત્ય મવ !"
'આપ અમારા ભરથાર થાવ.'
આ પ્રમાણે પ્રાર્થના કરી. તે છ હજાર કન્યાઓમાં ‘સર્વશ્રી’ અને ‘સુરસુંદર’ની પુત્રી ‘પદ્માવતી’ બીજી ‘મનોવેગા’ અને ‘બુધ'ની દીકરી ‘અશોકલતા’ અને ત્રીજી ‘કનક’ તથા ‘સંધ્યા’ની પુત્રી ‘વિદ્યુતપ્રભા’ આ અને બીજી પણ જગત પ્રખ્યાત વંશમાં ઉત્પન્ન થયેલી વિદ્યાધર રાજાઓની કન્યાઓ હતી. રાગવાળી તે સઘળી પણ કન્યાઓને ગાંધર્વવિવાહે કરીને રાગવાળો રાવણ પરણ્યો.
‘શ્રી અમરસુંદર’નું આક્રમણ તે કન્યાઓના રક્ષકોએ તે કન્યાઓના પિતાઓને જણાવ્યું કે ‘વોડવ્યેષ ન્યા યૌષ્માી, પરિનીયાદ ગચ્છતિ "
“કોઈપણ આ વિદ્યાધર તમારી કન્યાઓને આજે પરણીને જાય છે." આથી કોપાયમાન થયેલો અને ‘દશધ્ધર'ને મારી નાખવા ઇચ્છતો ‘અમરસુંદર' નામનો વિદ્યાધર રાજા, તે કન્યાઓના પિતાઓ સાથે ઉતાવળથી ‘દશમુખ’ની પાછળ દોડ્યો. તેને આવતો જોઇ સ્વભાવથી કાયર એવી તે સર્વ નવી પરણેલી સ્ત્રીઓ રાવણને કહેવા લાગી કે