________________
જૈન રામાયણઃ ,
- જે રજોહરણની ખાણ ૧૨૨
રાક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
કલ્યાણના અર્થી આત્માને એવો આનંદ અવશ્ય થવો જ જોઈએ. રાવણ એવા જ કલ્યાણના અર્થી ઉત્તમ પુરુષ છે તો શ્રી ધરણેન્દ્ર પણ ક્યાં કમ છે ? રાવણને નિયાણાના યોગે ભલે સહન કરવું પડે, પણ ભાવિ તીર્થપતિ છે !
શ્રી રાવણની ઉપર કહેલી નિરાકાંક્ષાવૃત્તિથી તો ચકિત થઈને શ્રી ધરણેન્દ્ર ફરીથી પણ કહેવા લાગ્યા કે
XXXXXXXXX, સાદુમા કાઢ ર ાદા ! विशेषतोऽस्मि तुष्टस्ते, निराकांक्षतयानया ॥१॥
“હે સાધુપુરુષોને માન આપનાર રાવણ ! આપની આ નિરાકાંક્ષતાથી હું આપના ઉપર વિશેષ પ્રકારે તુષ્ટમાન થયો છું.'
સમજો, કહે છે કે “સાધુને માન આપનાર રાવણ !' રાજા કનું નામ? જે સંપુરૂષને માન દે. શ્રી રાવણ સાધુઓને ચરણે ઝૂકતા ! ખરેખર, લક્ષ્મી ધર્મીની પૂંઠે ફરે છે. આ સંસાર છોડો તો પૂંઠે ફરે. માગવા નીકળ્યાં તો ? ‘ત માંગે એને આગે અને માંગે એથી ભાગે' એવો વાય આ દુનિયાની ઋદ્ધિ-સિદ્ધિનો છે. શ્રી રાવણની ના છતાં શ્રી રાવણની મરજી નહિ છતાં, રાવણનો ઈન્કાર છતાં, શ્રી ધરણેન્દ્ર પોતે ‘અમોઘવિજયા નામની શક્તિ અને 'રૂપવિકારિણી' નામની વિદ્યા શ્રી રાવણને આપી અને પોતાના સ્થાનમાં ગયા.
શ્રી વાલીમુનીશ્વરનો મોક્ષ આ પછી શ્રી રાવણ પણ શ્રી તીર્થકરદેવોને નમસ્કાર કરીને ‘નિત્યાલોક' નામના નગરમાં ગયા અને ‘રત્નાવલી’ને પરણીને લંકાનગરીમાં ગયા. આ બાજુએ ધ્યાનમગ્ન અવસ્થામાં રહેલા શ્રી વાલી મુનીશ્વરને પણ ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સુરોએ તથા અસુરોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો, તથા ક્રમે કરીને ‘વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર' આ ચાર ભવોપગ્રાહી કર્મોનો ક્ષયથી ‘૧. અનંતજ્ઞાન,