________________
પોતાની કુર્મી' નામની પત્ની સાથે વનમાં રહેતો હતો અને વનમાં રહેતા તે તાપસની પત્ની ગર્ભવતી થઈ હતી. તે બાળકને જન્મ આપે તે પહેલાં કોઈ એક દિવસ ત્યાં સાધુઓ પધાર્યા અને તે પધારેલા સાધુઓમાંથી એક સાધુએ એ બ્રાહ્મણને ઉદ્દેશીને કહો કે “સંસારથી ભય પામીને તે ગૃહસ્થાવાસનો જે ત્યાગ કર્યો, તે તો ઘણું જ સારું કર્યું - પણ ગૃહસ્થાવાસનો ત્યાગ કરનાર આત્મા તે પછી પણ પોતાની સ્ત્રીના સંસર્ગમાં રહે અને જો ચિત્તને વિષયોમાં જ લિપ્ત રાખે, તો તેનો ‘વનવાસ ગૃહસ્થાવાસ કરતાં સારો કઈ રીતે કહી શકાય ?” મુનિવરે પૂછેલા આ પ્રશ્ન ઉપરથી આપણે વિચારવા યોગ્ય વિચારી પણ લીધું કે મુનિવરો, મુમુક્ષુ આત્માને શુદ્ધમાર્ગ ઉપર આરૂઢ કરવાના અને અમુમુક્ષુ આત્માઓને મુમુક્ષુ બનાવવાના જ યત્નો કરે, પણ આ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, કે જે મોક્ષમાર્ગની આરાધનામાં કે મુમુક્ષુપણાની પ્રાપ્તિમાં વિલકર હોય, તેવી પ્રવૃત્તિને પોતાના આચાર, વિચાર કે ઉચ્ચારમાં કદી જ સ્થાન ન આપે.
આ જ કારણ છે કે મુનિવરોના સહવાસથી કે ઉપદેશથી સર્વવિરતિ સ્વીકાર્યાના, દેશવિરતિ સ્વીકાર્યાનાં કે સમ્યત્વ અથવા માર્ગાનુસારિતા આદિ સ્વીકાર્યાનાં દૃષ્ટાંતો આવે છે, પણ તે સિવાયનાં એટલે કે દુનિયાદારીનાં કાર્યો સ્વીકાર્યાનાં દૃષ્ટાંતો કોઈપણ સ્થળે આવતાં નથી અને આજે પણ નહિ જ, કારણકે મુનિવરો એટલે એકેએક સાવરકર્મનાં ત્યાગી જ હોય, એટલે કે તેઓ કોઈપણ સાવઘકર્મને સેવે નહિ, અન્ય પાસે સેવરાવે નહિ અને જેઓ સેવતા હોય તેઓને સારા છે એમ માને પણ નહિ, કહે પણ નહિ અને તેઓ સારા છે એમ લોકદૃષ્ટિએ જણાય તેવી આચરણા પણ કરે નહિ ! 'હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અબ્રહ્મચર્ય અને પરિગ્રહ' આ પાંચે પાપ છે. આ પાંચેનો જે જીવનમાંથી સર્વથા ત્યાગ કરે, અન્યને એ પાંચેનો ત્યાગ કરવાનો જ ઉપદેશ આપે અને જેઓ તે પાંચેનો ત્યાગ કરે તેઓને જ સારા માને તેનામાં જ સાચું મુનિપણું ટકી શકે છે અને આથી સ્પષ્ટ છે કે જે
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૮૫ રાક્ષશવંશ