________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણ
જે રજોહરણની ખાણ 1 કેવળ લોકેષણામાં જ પડ્યા છે અને માન-પાન એ જ જેઓનું એક જીવનધ્યેય છે તથા જેઓ સહુને સારા લાગવામાં જ અને સહુને સારૂં મનાવવામાં જ તથા પોતાની વાહ-વાહ બનાવી રાખવા ખાતર સત્યને સ્ફટ કરવાની શક્તિ છતાં ઈરાદાપૂર્વક ગોળ-ગોળ ગોટાળાવાળીને અજ્ઞાન જનતાને અજ્ઞાનના અંધકારમાં અને દુર્ગતિના ખાડામાં ધકેલવા જેવા અધમ પ્રયત્નો સેવે છે, તેઓનું ઓઠું લઈ મહાપુરુષો પ્રભુમાર્ગે વિચારવામાં અને એથી જ દુનિયાદારીના નાના કે મોટા એક પણ આરંભ અનુમોદન આપવા નથી ઈચ્છતા તથા ગૃહવાસને નરકના પ્રતિનિધિ તરીકે માની, તેના ફંદામાં ફસેલા પણ લઘુમતિ હોવાના કારણે તેના ત્યાગ તરફ જેઓની દષ્ટિ ઢળી છે, તેઓને તે નરકના પ્રતિનિધિરૂપ ગ્રહવાસને તજી દેવાનો અને જેઓ એકદમ તજી શકે તેવા ન હોય, તેઓને તેમાં લીન નહિ થવાનો તથા ધીમે-ધીમે પણ તજતા થવાનો અને ન તજી શકાય તો પણ તજવા યોગ્ય જમાવવો જોઈએ'. એવી જ જાતિનો ઉપદેશ આપવામાં કલ્યાણ માનનારા છે, તેવા પુણ્ય પુરૂષોને દુનિયાદારીની ક્ષુદ્ર તેમજ પરિણામે આરંભ અને સમારંભને ઢસડી લાવનારી તથા દરેકને અર્થકામની લાલસામાં રક્ત બતાવનારી પ્રવૃત્તિઓમાં જોડાવાનું કહેવું, એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના કરવા જેવું જ છે.' આથી મારી ભલામણ છે કે મુનિપણામાં શુદ્ધ રીતે ટકી શકે અને તમને પણ તે પુણ્યમાર્ગે ઘેરી શકે તેવી જ આચરણાઓ કરવી, એ તમારા માટે હિતાવહ છે અને પૂજ્ય મુનિવરોએ પોતાના મુનિપણાને જ દૃષ્ટિ સમક્ષ રાખી તેમાં એક લેશ પણ ક્ષતિ ન આવે તેવી રીતે પ્રભુની આજ્ઞાને અનુસરતું જ વર્તવું, એટલે કે વિચારવું, બોલવું અને આચરવું, એ જ હિતાવહ છે.
આપણે જોઈ ગયા કે શ્રી રાવણે, નારદજીનો પરિચય આપતાં એમ જણાવ્યું કે “બ્રહ્મરુચિ નામનો એક બ્રાહ્મણ, તાપસ થઈને