________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
2. જૈન રામાયણઃ ૧/૨
રજોહરણની ખાણ ૮ હોય છે, તેઓને જ સપુરુષો તરફ કે સપુરુષોની હિતકર વાતો તરફ સદભાવ નથી જાગતો, બાકી “અન્ય સરળ આત્માઓને તો તેવા ઉપકારી અને સાચા દયાળુઓ પ્રત્યે સદ્ભાવ થયા વિના રહેતો નથી' એ ન્યાયે ‘શ્રી મરુત' રાજાને પણ ‘શ્રી નારદજીને ઓળખવાનું મન થયું, એટલે તેણે શ્રી રાવણને નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો કે “સતો રાવળ નત્વો - વાઘ વોડાં પાનિધિ ? पापाढमुष्माद्यो ह्य - स्मांस्त्वया स्वामिन्यवारयत ॥१॥"
“હે સ્વામિન્ ! આ કૃપાનિધિ કોણ છે કે જેમણે આપના દ્વારા અમને આ પાપથી પાછા ફેરવ્યા ?”
વિચારો કે આ પ્રશ્નમાં કેટલી સરળતા અને સહૃદયતા તરવરે છે તથા તેની સાથે ઉપકારી પ્રત્યેનો સદ્ભાવ પણ કેટલો પ્રગટ થાય છે ? ખરેખર, પુણ્યશાળી આત્માઓ માટે આવી સહદયતા અને ઉપકારી પુરુષો પ્રત્યેનો સદ્ભાવ કાંઈ કષ્ટસાધ્ય નથી હોતો. તેવા આત્માઓને તો ઉત્તમ નિમિત્તોની પ્રાપ્તિ થવી જ જોઈએ. | ‘શ્રી મરુત’ રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં, શ્રી રાવણ કહે છે કે ‘બ્રહ્મરુચિ નામનો એક બ્રાહ્મણ હતો. તાપસ થયેલો તે બ્રાહ્મણ પોતાની ભાર્યા સાથે વનમાં રહેવા લાગ્યો. તાપસ થયો પણ સ્ત્રીસંગ ન તજ્યો, તેને પરિણામે એની ‘કુર્મી' નામની સ્ત્રી ગર્ભવતી થઈ. એક વખત તે આશ્રમમાં શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વિચરતા સાધુઓ પધાર્યા. સાધુમાંથી એક સાધુ બોલ્યા કે, “મવત્યા હવાક્યત્વોયસાધુ સાધુ તત્ ા?”
“હે મહાનુભાવ ! તેં ભવની ભીતિથી જે ગૃહવાસનો ત્યાગ કર્યો, તે તો ઘણું જ સારુ કર્યું છે કારણકે ગૃહવાસનો ત્યાગ કરવો એમાં જ કલ્યાણ છે.'
પણ