________________
જૈન રામાયણઃ |
૧૮૬ રજોહરણની ખાણ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પ્રવૃત્તિના પરિણામે પરિગ્રહની એટલે કે, અર્થ-કામની લાલસા વધવાની હોય, તે પ્રવૃત્તિને સાચો મુનિ કદિ જ સાથ ન આપી શકે : કારણકે એ પરિગ્રહની લાલસાના પરિણામે હિંસા, અસત્ય, ચોરી અને અબ્રહ્મચર્ય' એ ચારે અને બાકી રહેલા બીજા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન ખોટાં આળ ચઢાવવાનાં, “શૂન્ય ચાડી ચુગલી, રતિ અને અરતિ એટલે ઈષ્ટ પૌદ્ગલિક સંયોગોની પ્રાપ્તિથી આનંદ અને અનિષ્ટ પોદ્ગલિક સંયોગોની પ્રાપ્તિથી શોક, પરંપરિવાદ નિંદા, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય એટલે સાચાને ખોટું અને ખોટાને સાચું માનવું છે. આ બધાં જ પાપો સ્વયમેવ આત્મા ઉપર ચઢાઈ કરી, આત્માની અનંત શક્તિનો અવરોધ કરે છે. આથી એકાંત કલ્યાણના અર્થી મુનિવરો આ સંસાર અને તેની પ્રવૃત્તિઓથી નિરંતર સાવધાન રહેવા સાથે, પોતાના અનંત જ્ઞાનીઓએ વિહિત કરેલા માર્ગમાં સ્થિર રહી, સ્વપરના કલ્યાણની સાધનામાં જ રક્ત રહે છે.
“કૃત્વા થ્રહ્મધ, ઘiાનશાસન: तदैव प्राव्रजत् सा च, कूर्च्यभूच्छ्राविका परा ॥१॥"
‘મુનિવરના તે વચનને સાંભળીને અંગીકાર કરીને શ્રી જિનેશ્વરદેવનું શાસનને બ્રહ્મરુચિ' નામના તાપસે તેજ વખતે પ્રવજ્યા-દીક્ષા અંગીકાર કરી અને તે તાપસની પત્ની કૂર્મી શ્રેષ્ઠ શ્રાવિકા બની.'
માર્ગાનુસારી ઉપદેશ, ઉત્તમ આત્મા ઉપર કેવી અને કેટલી સુંદર અસર કરે છે, એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. સ્વભાવત: પાપભીરુ આત્માને સુંદર ઉપદેશની અસર થતાં વાર નથી લાગતી. પાપભીરુપણાના યોગે જ, ગૃહવાસનો ત્યાગ કરી વનવાસનો સ્વીકાર કરનારા આત્મા, જેમાં બિલકુલ પાપ ન હોય એવા માર્ગનો સહેલાઈથી સ્વીકાર કરી શકે છે. માત્ર તે આત્માને સન્માર્ગના દેશક મળવા જોઈએ !
વિચારો કે આવા ઉત્તમ આત્માને, કઈ ઉન્માર્ગદશક મળી ગયા