________________
ઉમદા વર્તનથી સમજી શકાય તેમ છે. ખરેખર, ઉત્તમ આત્માઓની ઉત્તમતા સમજવા માટે શ્રી રાવણની આ પ્રવૃત્તિ ઓછી ઉદાહરણરૂપ નથી. સમ્યગ્દષ્ટિ આત્મા હિતકર પ્રવૃત્તિ અને અહિતકર પ્રવૃત્તિનો કેવો સુંદરમાં સુંદર વિવેક કરી શકે છે' એ પણ શ્રી રાવણની પ્રવૃત્તિ આપણને સમજાવે છે. ધર્મ પરિણામ પામ્યો છે કે નહિ એ સમજવા માટે શ્રી રાવણની પ્રવૃત્તિ આપણને એક સારામાં સારૂં થર્મોમીટર પૂરું પાડે છે. પૂર્વના કોઈ શુભોદયે આજે સામગ્રીસંપન્ન અને શક્તિસંપન્ન બનેલાઓએ શ્રી રાવણના આ વર્તાવને સાંભળીને સાવધ થવાની જરૂર છે અને આવેલી ઉન્માદ દશાને દૂર કરીને ધર્માત્મા તરફથી થતી હિતકર સૂચનાઓને પ્રેમપૂર્વક સ્વીકારતા શીખી, પોતાની સઘળી સાધનસામગ્રીનો અને શક્તિસંપન્નતાનો, અધર્મનો અટકાવ કરવામાં તથા ધર્મનો પ્રચાર કરવામાં, સદુપયોગ કરતાં થઈ જવાનું છે અને એમાં જ એ જીવનનું શ્રેય છે અને પોતાના સમ્યગ્દષ્ટિપણાની કે સામાન્ય ધર્મીપણાની પણ સાબિતી છે. પણ આ વાતની અસર લક્ષ્મીના અને માનપાનના ઉપાસક ઉપર ભાગ્યે જ થઈ શકવાની છે. આ અતિ દુર્લભ મનુષ્યજીવનની જો સાર્થકતા કરવી જ હોય, તો શ્રી રાવણના આ વર્તનનું આલંબન લઈને ધર્મીમાત્રનું સન્માન કરતાં, ધર્મીની સલાહ મુજબ હિતકર ક્રિયાનું પ્રેમપૂર્વક આચરણ કરતાં અને પોતાની સઘળી શક્તિઓનો સદુપયોગ ધર્મમાર્ગનો પ્રચાર કરવામાં અને ધર્મના વિરોધનો સામનો કરવામાં કરતાં શીખો ! આ સિવાય એ સઘળી જ સાધનસંપન્નતા અને શક્તિસંપન્નતા પરિણામે ભયંકર જ નીવડવાની છે.
| શ્રી નારદજીનો પરિચય શ્રી રાવણે હિંસાત્મક યજ્ઞોને અટકાવવાની કબૂલાત કરવાથી સંતુષ્ટ થયેલા દેવર્ષિ શ્રી નારદજીના ગયા બાદ, ‘શ્રી મરુત' રાજાને પણ ‘આવો દયાનો સાગર કોણ છે? એ જાણવાની ઈચ્છા થઈ અને આવા સુત્યમાં આવી દૃઢતા દાખવનાર માટે એમ જરૂર થાય છે, કારણકે ‘શ્રી મરુત રાજા પણ પાપાત્માઓના પાપોપદેશથી માત્ર ઉન્માર્ગે જ ચઢેલ હતો, પણ કંઈ સદ્ધર્મથી વિરૂદ્ધ ન હતો. જે આત્માઓ ધર્મના વિરોધી
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૮૧ રાક્ષશવંશ
અને વાનરવંશ