________________
તેને દૂર રહેવું પડે પણ એમાં કાંઈ લઘુતા નથી, કારણકે – એમાં જ હિત છે. એક કવિ તો ત્યાં સુધી કહે છે કે –
“હુનું પ્રથમ વંદે, સન તરંન્તરમ્ ?” હું તો પ્રથમ દુર્જનને વંદું . અને તે પછી સજ્જનને વંદુ છું !'
આ નમસ્કારમાં ભક્તિ કે પ્રેમ કશું જ નથી. માત્ર એનાથી બચવા માટે જ છે. કવિનો એ આશય છે કે સજ્જનને નમસ્કાર ન કરો તો પણ વાંધો નહિ, પણ દુર્જનને નમસ્કાર પહેલાં કરવા કારણકે એવા દુર્જનો હોય છે કે જેઓ પોતાનું નાક કાપીને પણ સામાને અપશુકન કરે.' પાડોશીને અપશુકન કરવા, પોતાને ત્યાં કોઈ વગર મર્યો પણ ફાળિયું બાંધીને આવે એથી મૂંઝાવું નહિ કારણકે એવાઓને જાત, ભાત કે શરમ જેવું કાંઈ હોતું નથી. એવાઓને છંછેડવા નહિ. બાકળા દેવાનું વિધાન, એ એનું જ સમર્થન છે.
આપણે જોઈ ગયા કે પાપાત્મા અસુરે શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા સ્થાપન કરી, તે પછી તે વિદ્યાધરને પણ વિરામ પામવું પડ્યું અને શ્રી નારદજીને પણ સ્થાનાંતર કરવું પડ્યું અને તે પછી અવસર પામીને પરમ ધર્માત્મા શ્રી નારદજીએ યજ્ઞકર્મમાં રક્ત બનેલા મરુત રાજાના બંધનમાંથી જીવોને છોડાવવાનો સુંદરમાં સુંદર ઉપદેશ પણ આપ્યો. પણ હિંસકોએ એ ઉપદેશ શ્રવણના પરિણામે શ્રી નારદજી ઉપર ભયંકર આક્રમણ કર્યું અને એ આક્રમણના યોગે નાસીને શ્રી નારદજી દિવિજય કરવા જતાં શ્રી રાવણને મળ્યા અને મરૂત રાજાએ માંડેલા યજ્ઞમંડપમાં લઈ આવ્યા. ત્યાં આવીને શ્રી રાવણે મરુત રાજાને શું કહાં એ ‘મરુત' રાજા કેવી રીતે શરણાગત થયા અને તે પછી શ્રી રાવણના પૂછવાથી ‘હિંસાત્મક યજ્ઞોની ઉત્પત્તિ'નો જે ઇતિહાસ શ્રી નારદજીએ કહ્યો, તે આપણે સાંભળી આવ્યા અને એ બધી ૫ વસ્તુસ્થિતિ સમજાવ્યા પછી, શ્રી નારદજીએ શ્રી રાવણને કહાં
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૭૯ રાક્ષશવંશ
અને વાનરવંશ