________________
રાખવી જોઈએ અને એમ કરનારા પુત્રો અને શિષ્યો પોતાને સુજાતની કોટિમાં મૂકી શકે છે. પર્વતના શાસ્ત્રવિરૂદ્ધ ભાષણનો સામનો કરીને શ્રી નારદજીએ પોતાની ગુરુભક્ત તરીકેની ફરજ પૂરેપૂરી બજાવી લીધી અને ગુરુ પાસેથી મેળવેલી વિવાથી સાચી વિદ્વત્તા મેળવી, જગતનાં પ્રાણીઓ અજ્ઞાનતાના યોગે હિંસાદિક પાપપ્રવૃત્તિઓમાં ન ફસી જાય, તે માટે સતત પ્રયત્નો આરંભીને જેમ પોતાની જાતને અમર કરી, તેમ પોતાનાં માતા, પિતા અને ગુરુની નામના પણ અમર જ કરી.
જેઓ પોતાના માનપાન ખાતર સત્યનું કે ગુરુની આજ્ઞાનું બલિદાન કરે છે, તેઓ ખરે જ પોતાની જાતને કુલાંગારની જ કોટિમાં મૂકે છે અને એવાઓનું જીવન આ જગતમાં કેવળ ભારભૂત જ ગણાય છે. કેવળ પોતાની જાતની જ નામનાના અર્થી બનેલા આત્માઓને નથી યાદ આવતી પોતાના તારકદેવની આજ્ઞા કે નથી યાદ આવતી પોતાના ગુરુની આજ્ઞા ! તેઓને તો એક તે જ યાદ રહે છે કે – જેનાથી પોતાની જાતની નામના થાય. આવી ખોટી નામનાની લતે ચઢેલાઓએ આ શ્રી નારદજીનું દૃષ્ટાંત ખાસ મનન કરવા યોગ્ય છે.
ખરેખર, પાપાત્માઓ દુનિયા ઉપર ઘણાં જભયંકર હોય છે. તેઓ પોતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક વસ્તુઓનો પણ દુરુપયોગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્ણાયેલી વસ્તુઓનો પણ સ્વાર્થની સાધનામાં ઉપયોગ કરતાં પાપાત્માઓને આંચકો નથી આવતો. તેઓનું ધ્યેય તો ગમે તે પ્રકારે પોતાનો સ્વાર્થ જ સાધવાનું હોય છે. વસ્તુમાં રહેલા ગુણથી સ્વાર્થીઓ તો પોતાનું કામ સાધી લે. બનાવટી સત્યોના નામે, શાંતિના નામે, ક્ષમાના નામે, વેપારી ગ્રાહકને કેવા બનાવે છે ? એ ક્ષમાના યોગે વેપારીનાં પાપ જાય ? આ ક્ષમાના યોગે સામાને લાભ કે હાનિ ? આ બધી વસ્તુઓ ખૂબ વિચારવા જેવી છે ! ખરેખર, સારી ચીજ અયોગ્ય આત્માના હાથમાં જાય, તો તે ચીજ પણ સામાનો નાશ કરે છે : માટે તો ઉપકારીઓએ કહ્યું કે - સારી ચીજ દેતાં પહેલાં પાત્ર જોજો ! પૂર્વનું જ્ઞાન અમુકને નહિ દેવાનું કારણ
4 રાક્ષશવંશ 4
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
અને વાનરવંશ