________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ Cી રજોહરણની ખાણ છે
૧૭૬ આપે ત્યારે જ રાજી થાય છે. આ વાતની સિદ્ધિ માટે આ ‘મધુપિંગલ' સારામાં સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. કષાયવશ બનેલા તે પાપાત્માએ કેવો અને કેટલો અનર્થ કર્યો, તે તો આપણે સારામાં સારી રીતે જોઈ આવ્યા. એ પાપાત્માને પોતાની ઈચ્છા પૂરી પાડવા માટે 'પર્વત' જેવો માનાં મહાત્મા પણ મળી આવ્યો ! માનાંધ બનેલા પર્વતે પણ ન જોઈ પોતાની જાત કે ન જોઈ પોતાની કુલવટ ! ફીરકદંબકી જેવા પરમધર્માત્મા પાઠકનો દીકરો થઈને, મારાથી આવા ક્રૂર કર્મનો ઉપદેશ કેમ અપાય, એવો પણ વિચાર અભિમાનથી અંધ બનેલા તે પર્વતને ન આવ્યો!જે પિતાએ પરીક્ષા માટે સાચા કૂકડા નહિ આપતા લોટના કૂકડા આપ્યા, તે પિતાનો દીકરો પશુઓથી માંડીને મનુષ્યો અને તેમાં પણ છેક માતા-પિતા આદિ સર્વના સંહારનો ઉપદેશ આપવાનું કાર્ય કરવા તૈયાર થાય, એ માનવી જેવી તેવી લીલા છે ? માનને આધીન બનેલા પર્વતે, કુલાંગાર દીકરા કેવા હોય છે, તેનું સારામાં સારું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ક્યાં દયામૂર્તિ ઉપાધ્યાય ‘શ્રી ક્ષીરકદંબક અને ક્યાં ભયંકર ક્રૂર આત્મા પર્વત' ! માત્ર લોટના કૂકડાને હણવાથી પણ પિતાજીએ કારમો તિરસ્કાર કર્યો હતો, તેનું પણ સ્મરણ પર્વતને ન થયું ! મદમાં ચઢેલા આત્માને હિતકારી શિક્ષાઓનું સ્મરણ થાય શી રીતે ! કારણ કે મદ એ વસ્તુ જ એવી છે કે દેખાતા આત્માઓને પણ અંધ બનાવે અને એ જ ન્યાયે ‘પર્વત અંધ બન્યો અને જગત ઉપર કારમો કેર વર્તાવ્યો.
એક જ ગુરુ પાસે ભણેલા બંનેમાંથી એકે જ્યારે જગત ઉપર હિંસાનું સામ્રાજ્ય ફેલાવી કારમો કેર વર્તાવવા માંડ્યો, ત્યારે બીજાએ, એટલે કે શ્રી નારદજીએ તે હિંસાનો સંહાર કરવાના પ્રયત્નો આરંભીને સુજાત શિષ્યપણાની છાપ મેળવી. પુત્રથી કે શિષ્યથી, પિતાથી કે ગુરથી અધિક ગુણવાન ન થઈ શકય, તો સમાનગુણી થવાની અથવા તો પિતાની કે ગુરુની હિતકર શિક્ષાને અનુસરીને ચાલવાની તો કાળજી