________________
અને વાનરવંશ ભાગ-૧ રાક્ષસવંશ
જૈન રામાયણઃ
રજોહરણની ખાણ પણ એ જ છે. શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી સ્થૂલિભદ્ર સ્વામીજીને કહ્યું કે -
"अन्यस्य शेषपूर्वाणि, प्रदेयानि त्वया न हि । | ‘બાકીના પૂર્વે તારે બીજાને દેવાં નહિ.'
આ કહેવાનું કારણ એ જ કે - અયોગ્ય આત્માઓ એ જાણીને એના જ દ્વારા એનો દુરુપયોગ કર્યા વિના રહે જ નહિ. સારી વસ્તુનો
પણ અવસરે ખોટા માણસો ખોટો ઉપયોગ કરે છે. તલવારનો ગુણ થી બચાવવાનો, પણ તે ગાંડા માણસના હાથમાં જાય તો દુશ્મનના હાથે એ
જ તલવાર માથું કપાવે. એમાં ખામી તલવારની નથી. એવી જ રીતે સાધન મજેનું પણ દુરુપયોગ કરે તો પરિણામ ભયંકર આવે, એમાં આશ્ચર્ય પામવા જેવું પણ શું છે? શ્રી નિમૂતિને મુક્તિના ઈરાદે પૂજે, સેવે તો મુક્તિ આપે, પણ અર્થ કામ માટે સેવે તો? કોઈ બીજા જ ઇરાદે સેવે તો ? સંયમ મુક્તિના ઇરાદે સેવે તો મુક્તિ આપે, પણ જે સંસારની સાધનાઓ માટે સેવે, તેને તો તે સંયમ મુક્તિ નહિ આપતા સંસારમાં રુલાવે, એમાં આશ્ચર્ય પામવા થવા જેવું શું છે ? સારી વસ્તુનો ખોટો ઉપયોગ કેમ કરી શકાય. એમાં કશું જ પૂછવાપણું નથી કારણકે – એ તો ચાલુ જ છે ! જે ભગવાનને દેખીને હજારો આત્મા તર્યા, તે જ ભગવાનના યોગે સંગમ ડૂળ્યો ! શ્રી સૌધર્મ ઈંદ્ર કરેલી ભગવાનની પ્રશંસા સાંભળીને સંખ્યાબંધ દેવતાઓએ પોતાનું સમ્યક્ત નિર્મળ કર્યું, તે જ પ્રશંસાના શ્રવણથી સંગમ ઊલટો ડૂળ્યો. એમાં દોષ કોનો ? અધમ આત્માઓ સારી ચીજનો દુરૂપયોગ ન કરે એજ સદ્ભાગ્ય. અધમ આત્માઓ શું ન કરે ? બધું જ કરે. જેટલું ન કરે એટલું ઓછું. દુર્જનથી સક્તને ભાગવું પડે. પાદશાહ પણ આઘા કોનાથી ?
સભા નાગાથી. રાજ્ય એનું, સેના એની પાસે, પ્રજા એની, તે છતાં પણ તેનાથી