________________
"भूयः स्वहारसंगस्य, विषयैर्लुप्तचेतसः । ગૃહેવાસાવને વાસ, dયં નામ વિશિષ્ટતે સાર”
ફરીથી એટલે કે ગૃહવાસનો ત્યાગ કર્યા પછી પણ પોતાની પત્ની સાથે સંગ કરનાર અને વિષયોથી લિપ્ત ચિત્તવાળા, એટલે કે વિષયોમાં રક્ત રહેનારા આત્માનો વનવાસ, ગૃહવાસ કરતાં વિશેષ છે.” એમ શી રીતે કહી શકાય ?"
આ ઉપરથી -
તમે સમજી શકશો કે પ્રભુશાસનના મુનિવરોની મનોદશા કેવી હોવી જોઈએ !' ‘ગૃહવાસના ત્યાગને તે મહાપુરુષો કેટલો વખાણે છે અને ત્યાગમાં અધૂરા રહેલા આત્માઓને ત્યાગના માર્ગે ચઢાવવા માટે કેવી જાતિનો ઉપદેશ આપે છે એનો પણ તમને આ ઉપરથી સારામાં સારો ખ્યાલ આવી શકશે. વધુમાં આ ઉપરથી તમે એ પણ સમજી શકશો કે
‘આજે જે સાધુઓ ગૃહસ્થોના ગૃહવાસની પંચાતમાં પડી, ગૃહસ્થોના ગૃહવાસની કરણીઓની પ્રશંસા તથા પુષ્ટિ કરી રહ્યા છે, અને ગૃહસ્થોને ગૃહસ્થોના ગૃહવાસની કરણીઓ કરવાનો ઉપદેશ કરી રહી છે, તેઓ ભરબજારમાં પોતાના સાધુપણાનું લીલામ જ કરી રહ્યા છે. કારણકે
શ્રી જિનેશ્વરદેવતા સાધુઓને જેમ બહુ આરંભનો ઉપદેશ કરવાની પણ મનાઈ છે, તેમ અલ્પ આરંભનો ઉપદેશ કરવાની પણ મનાઈ જ છે. શ્રી જિનેશ્વરદેવના સાધુ જેમ કંદમૂળ ખાવાનું પણ નથી કહી શકતા, તેમ કંદમૂળ સિવાયતી વનસ્પતિ પણ ખાવાનું નથી કહી શકતા જેમ મોટું પાપ આચરવાનું નથી કહી શકતા, તેમ નાનું પાપ આચરવાનું પણ તેઓ નથી જ કહી શકતા અર્થાત્ ગૃહવાસને પુષ્ટ કરતી એક પણ વસ્તુને અને ગૃહવાસ જરૂરી છે એમ ધ્વનિત કરતી એક પણ પ્રવૃત્તિને તે પુણ્યપુરુષો પોતાના ઉપદેશમાં સ્થાન નથી આપી શકતા, તેમ જ સાધુઓ
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૮૩ રાક્ષશવંશ
અને વાનરવંશ (