________________
જૈન રામાયણઃ ૧.
રજોહરણની ખાણ ૧૭૪
'રાક્ષસવંશ અને વાનરવશ ભાગ-૧
ભક્ષણ કરવું જોઈએ કારણ કે તે દેવના ઉદ્દેશે કરીને કરેલું અને એથી જ મંત્રાદિકના યોગે પવિત્ર થયેલું હોય છે.'
આ પ્રકારના ઉપદેશના યોગે સગર રાજા પોતાના મતમાં સ્થિર થયા પછી, તે પર્વતે કુરુક્ષેત્ર આદિમાં વેદિકાની અંદર યજ્ઞોને કરાવ્યા. ધીમે-ધીમે અવસર પામીને તેણે રાજસૂય' આદિ યજ્ઞો પણ કરાવ્યા. ‘રાજસૂય યજ્ઞ તે કહેવાય, કે જેમાં રાજાનો પણ હોમ કરવામાં આવે. એવા ભયંકર યજ્ઞો પણ તેણે પ્રવર્તાવ્યા અને તેના સાથી અસુરે પણ યજ્ઞમાં હણેલાઓને વિમાનમાં રહેલા બતાવ્યા. આથી વિશ્વાસમાં આવેલો લોક, તે પર્વતના મતમાં સ્થિર બનીને શંકા રહિતપણે પ્રાણીહિંસાત્મક યજ્ઞોને કરવા લાગ્યો.”
આગળ ચાલતાં શ્રી નારદજી કહે છે કે આ રીતે એ બંને પાપાત્માઓએ પ્રવર્તાવેલા પાપાચારને જોઈને, મેં ‘દિવાકર નામના વિદ્યાધરને કહયું કે તારે સઘળાં પશુઓને આ યજ્ઞોમાંથી હરી લેવાં.' તે વિદ્યાધર જેટલામાં મારા તે વચનને અંગીકાર કરીને યજ્ઞમાંથી પશુઓને હરી લે છે, તેટલામાં તે વાત તે પરમધામિક સુરાધમ ‘મહાકાલે’ જાણી એટલે તેણે ‘શ્રી દિવાકર' વિદ્યાધરની વિદ્યાઓનો ઘાત કરવા માટે, યજ્ઞમાં શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમા સ્થાપન કરી અને વિદ્યાધર પણ પોતાના પ્રયત્નમાં નિષ્ફળ થયો, એટલે તે પ્રવૃત્તિથી વિરામ પામ્યો. આથી હું પણ ઉપાયરહિત થઈ જવાને કારણે મૂંગો-મૂંગો બીજે ચાલ્યો ગયો. આ પછી તેણે પણ માયાથી યજ્ઞોની અંદર સગરરાજાને ખૂબ રસિક બનાવ્યો અને પરિણામે સુલતા'ની સાથે સગર રાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધો. આ રીતે ધારેલા કાર્યને કરી લેવાથી કૃત્યકૃત્ય બનેલો તે ‘મહાકાલ નામનો અસુર પણ પોતાના સ્થાન પ્રતિ ચાલ્યો ગયો. આ રોતે હે રાવણ ! પાપના પર્વત સમા પર્વતથી આરંભીને બ્રાહ્મણોએ હિંસાત્મક યજ્ઞો કરવા માંડ્યા છે અને તે તમારાથી જ અટકી શકે તેમ છે.”