________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ
, રજોહરણની ખાણ ૧૭૨ આપવામાં આવે અને વળી પાછી તેવી પ્રવૃત્તિને ધર્મનું ઉપનામ આપવામાં આવે, એટલે પછી તો તે ભોળી દુનિયાની હાલત ઘણી જ કરુણાજનક થઈ પડે છે ! પણ તેની તે હાલત જોઈને માનાકાંક્ષી આત્માઓને કંપારી સરખી આવતી નથી ! અને એ જ કારણે આ વિશ્વમાં અનેક કુત્સિત મતોની ખ્યાતિ વધી છે, વધતી જાય છે અને વધતી જ જવાની, એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. માનાકાંક્ષી પર્વતે પણ અસુરની સહાયને પામીને ઉપદેશવા માંડ્યું કે
“સીમમળ્યાં વિઘાનેન, સુરાવા ન દુષ્યતિ अगम्यागमनं कार्य, यजे गोसवनामनि ॥११॥ मातृमेधे वधो मातुः, पितृमेधे वधः पितुः । अन्तर्वेदि विधातव्यो, ढोषस्तत्र न विद्यते ॥२॥"
‘સૌત્રામણિ' નામના યજ્ઞમાં મદિરાપાન કરવું એમાં કશો જ દોષ નથી લાગતો ‘ગોસવ' નામના યજ્ઞમાં અગમ્ય જે સ્ત્રી તેની સાથે ગમન, એટલે કે ‘પરસ્ત્રીગમન-વ્યભિચાર' કરવા યોગ્ય છે અને માતૃમેઘ તથા પિતૃમેઘ' નામના યજ્ઞમાં વેદિકાની અંદર માતાનો તથા પિતાનો વધ કરવો યોગ્ય છે માટે તે-તે યજ્ઞમાં તે-તે ક્રિયાઓ કરવામાં, એટલે કે સૌત્રામણિ' નામના યજ્ઞમાં મદિરાપાન કરવામાં દોષ નથી, ‘ગોસવ' નામના યજ્ઞમાં અગમ્યગમન-વ્યભિચાર કરવામાં શેષ નથી અને માતૃમેઘ' નામના યજ્ઞમાં માતાનો વધ કરવામાં તથા પિતૃમેઘ' નામના યજ્ઞમાં પિતાનો વધ કરવામાં દોષ નથી. અને
શુશુetળમાથાય, પૃષ્ઠ શુર્મસ્ય તર્પયેત્ ? ઢવિષા નુસ્વાધ્યાય, સ્વાહેવુdલ્વા પ્રયત્નઃ જીરૂ
‘કાચબાની પીઠ ઉપર અગ્નિ સ્થાપન કરી, તે અગ્નિને હોમવા યોગ્ય દ્રવ્યથી “[સ્વાધ્યાય સ્વાહા' આ પ્રમાણે બોલીને પ્રયત્નપૂર્વક તૃપ્ત કરવો જોઈએ.’