________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણ: રજોહરણની ખાણ
પછી એક દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં તે પુસ્તકને તે પુરોહિતે બહાર કાઢ્યું. આ પુસ્તક બહાર કાઢ્યા પછી તે વંચાય તે પહેલા જ સગરરાજાએ કહ્યું કે ‘આ પુસ્તક વંચાય તેમાં જે રાજા લક્ષણહીન હોય, તે રાજા સઘળાઓ માટે ત્યાગ કરવા યોગ્ય અને વધ કરવા યોગ્ય છે.’ આ પછી પુરોહિતે તે પુસ્તક ને જેમ જેમ વાંચવા માંડ્યું, તેમ તેમ તે અપલક્ષણવાળો તે ‘મધુપિંગલ' લજ્જા પામવા લાગ્યો અને છેવટે તે ‘મધુપિંગલ’ સ્વયંવર મંડપને છોડીને ચાલ્યો ગયો. આ પછી ‘સુલસા’ સગરને વરી. તેઓનો વિવાહ પણ જલ્દી થયો અને બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. મધુપિંગલે પણ તે અપમાનથી બાળતપ સ્વીકાર્યો અને તેનું પાલન કરીને મરણ પામ્યો. તે બાળતપના યોગે તે મરીને સાઠ હજાર અસુરોના સ્વામી તરીકે ‘મહાકાલ' નામનો અસુર થયો. ‘સુલસા'ના સ્વયંવરમાં પોતાના તિરસ્કારમાં કારણરૂપ થયેલી સઘળી કાર્યવાહીઓ એ સગર રાજાની કરેલી છે.' એમ તેણે અવધિજ્ઞાનથી જાણ્યું. આથી એણે સગરને અને તે સ્વયંવર સમયે એકત્રિત થયેલા સઘળા રાજાઓને દુશ્મન માન્યા. આથી એને એમ થયું કે ‘સગર’ રાજાને અને બીજા બધા રાજાઓને મારી નાખું. આથી તે છિદ્રાન્વેષી બન્યો. પરિણામે છિદ્રાબ્વેષી એવા તેણે ‘સૂક્તિમતિ' નામની નદીમાં ક્ષીરકદંબક ઋષિના પુત્ર પર્વતને જોયો. પર્વતને જોવાથી એને એમ થયું કે ‘મારા માટે આ યોગ્ય સાથી છે' એટલે તરત જ તે બ્રાહ્મણના વેષનો સ્વીકાર કરી ‘પર્વત’ પાસે આવીને કહેવા લાગ્યો કે
XXXXXXXXXXXXXXXXXXXXXX
૧
‘શાંડિલ્યો નાન મિત્ર ત્વ-સ્વિતુમિ મહામતે ! धीमतो गौतमाख्यस्योपाध्यायस्य पुरः पुरा । अहंक्षिरकदम्बश्चा-पठावः सहतावुभौ
‘હે મહામતે ! હું ‘શાંડિલ્ય' નામનો તારા પિતાનો મિત્ર છું. હું અને તારા પિતા ‘ક્ષીરકદંબક' બંને સાથે બુદ્ધિશાળી ‘શ્રી ગૌતમ' નામના ઉપાધ્યાયની પાસે ભણતા હતા.’
ܐ
૧૭૦
' ' ܐ ܐ ܐ ܐ