________________
જૈન રામાયણઃ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
- જોહરણની ખાણ આવ્યો ! આ બધા ઉપરથી એક એક કલ્યાણના અર્થી આત્માઓએ દૃઢનિશ્ચય કરવો જોઈએ કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને બાધ કરતી આજ્ઞા પછી તે આજ્ઞા ગમે તેવી હોય, તો પણ ધર્મબુદ્ધિએ તો તેનો સ્વીકાર ન જ કરવો. શ્રી વસુના મરણ પછી પણ કોપાયમાન થયેલ દેવતાઓએ તેના આઠ પુત્રોનો નાશ કર્યો અને નવમો ને દશમો પુત્ર નાશી છૂટયા. નવમો સુવસુ નામનો પુત્ર નાસીને નાગપુર ગયો અને ‘બૃહધ્વજ નામનો દશમો પુત્ર નાસીને ‘મથુરા' માં ગયો. આ પછી પર્વતને પણ નગરજનોએ બૂરી હાલતે નગરની બહાર કાઢી મૂક્યો. આ દુનિયામાં કાયદો છે કે જેવાને તેવા મળી જ રહે છે. જેવાને તેવા ન મળે તો તેવાઓ પોતાની દુર્ગતિની સાધના કેમ કરી શકે ? પાપવૃત્તિને ઈચ્છનારા આત્માઓને તેવા સંયોગો ડગલે ને પગલે મળી જ રહે છે. એ પ્રમાણે નગરની બહાર નીકળેલા પર્વતને પણ મહાકાલ' નામનો અસુર મળી ગયો, અને તે અસુર તેના શરીરમાં અધિષ્ઠિત થઈને રહો. આ વાત સાંભળીને શ્રીરાવણે નારદને પ્રશ્ન કર્યો કે, ‘મહાકાલ' નામનો અસુર કોણ ?' આ પ્રશ્નના ઉત્તરમાં ‘મહાકાલ' નામના અસુરની ઓળખાણ." આપતાં નારદજી કહે છે.
“આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ‘ચારણ યુગલ' નામનું નગર છે. તે નગરમાં ‘અયોધન' નામનો એક રાજા હતો. તે રાજાને ‘દીતિ' નામની રાણી હતી અને તે બે જણને સુલસા નામની એક રૂપવતી પુત્રી હતી. પિતાએ એનો સ્વયંવર કર્યો અને તેમાં અનેક રાજાઓને આમંત્રણ આપ્યું. એ આમંત્રણનો સ્વીકાર કરી સઘળા પણ રાજાઓ તે
સ્વયંવરમાં આવ્યા. તે આવેલા સઘળા રાજાઓમાં સગર' નામના રાજા સઘળાથી અધિક હતા. તે સગર રાજાની આજ્ઞાથી મંદોદરી’ નામની એક દ્વારપાલિકા દરરોજ ‘અયોધન' રાજાના આવાસમાં જતી હતી. છૂપી બાતમી માટે જ સગર રાજાએ એને એ કામ માટે જોડી હતી.
હવે એક દિવસ ‘દીતિ' રાણીએ પોતાની પુત્રી 'સુલતાકુમારી' સાથે ઘરના ઉધાનમાં આવેલા કેળના ઘરમાં પ્રવેશ કર્યો. આ વખતે