________________
ન માને તે આજ્ઞાભંજક કહેવાય ?' આ પ્રમાણે વિચારવાથી આપો આપ સમજી શકાશે કે ‘પરમ કલ્યાણકારી અને એકાંતે પ્રાણી માત્રના હિતનો જ ઉપદેશ કરનાર શ્રી ક્લેિશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા માતાની, પિતાની કે બીજા ગમે તેવી હોય, તે પણ ન જ માનવી જોઈએ. આ કથન ઉપરથી માતા-પિતા આદિની આજ્ઞાને માનવાનો નિષેધ કરે છે? આવું સમજવાની કે આવો અનર્થ કરવાની મૂર્ખતા કરનારો, હવે તો આ સભામાં કોઈ ભાગ્યે જ હશે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે કે “માતા-પિતાની સેવા કરવી. બહુ મન થાય તો પોતે ઉત્તમ માર્ગે જાય, અને ઉત્તમ માર્ગે જ્યાં માતા-પિતા મોહને વશ ના પાડતાં હોય તોપણ જવું અને તૈયાર થઈ, પ્રતિબોધ કરી, માતા-પિતાને પણ પ્રભુના માર્ગે યોજવા.' આ આજ્ઞાનું પાલન ત્યારે જ થઈ શકે, કે જ્યારે આત્મા કોઈની પણ ખોટી દોરવણીથી નહિ દોરાવાનો નિશ્ચય કરે. જે આત્મા ખોટી મોહ - મમતામાં ખેંચાઈ જઈ, સારાસારનો વિવેક વિસરી જાય, તે હું આત્મા કદી જ પરમતારક જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન નથી કરી શકતો.
માતા-પિતાદિની ભક્તિના મર્મને સમજનારો આત્મા, કદી જ ખોટી ભક્તિ કરવાની મૂર્ખાઈ કરી, સ્વ૫ર ઉભયનું અહિત કરવાની કે માતા-પિતાના ઉપકારના બદલામાં અપકાર કરવા જોગી બેવકૂફી આચરતો નથી અને જે આત્મા ભક્તિના ખોટા વ્યામોહમાં પડી માતાપિતાદિકની ખોટી ભક્તિના બહાને અયોગ્ય આચરણ કરે છે, તે આત્માનો ભયંકર અધ:પાત થાય છે, અને એ અધ:પાતથી બચાવવાનું સામર્થ્ય એ અયોગ્ય આજ્ઞા કરનારાઓમાં નથી હોતું, એ વસ્તુ શ્રી વસુરાજાનો બનાવ આપણને સારામાં સારી રીતે સમજાવે છે. આપણે જોયું કે પરમ માતા સમાન ગુરુપત્નીની અયોગ્ય આજ્ઞાને આધીન થઈ, ગુરુપુત્રની ભક્તિ કરવા માટે અસત્ય ભાષા કરતાંની સાથે જ દેવતાઓ કોપ્યા, એ વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પટક્યો. પરિણામે ખ્યાતિ ગઈ, બદનામી થઈ અને નરક ગતિમાં પ્રયાણ કરવું પડ્યું. આ ! બધી આપત્તિમાંથી બચાવવા માટે ના તો માતા આવી કે ન તો ગુરુપુત્ર
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧૬૭ રાક્ષશવંશ
અને વાનરવંશ