________________
આ કારણથી
'નારીહેન નૌશ્ય ત્યાં, શ્રુત્વા ઘર્વિતમાનમમ્
त्वत्पक्षं पूरयिष्यामि, मंत्रैर्विश्वं विमोहयन् ॥ २३॥"
‘નારદે અને લોકોએ તારું અપમાન ક્યું' એમ સાંભળીને હું અહીં આવ્યો અને મંત્રોથી વિશ્વને મોહિત કરતો હું તારા પક્ષને પૂરીશ, એટલે કે તારા પક્ષનું સમર્થન કરીશ.’
"
આ પ્રમાણે કહીને પર્વતના સહચારી બનેલા તે ‘મહાકાલ’ નામના અસુરે દુર્ગતિમાં નાખવા માટે સઘળા માણસોને કુધર્મે કરીને મોહિત કરવા માંડ્યા. લોકમાં સર્વ જગ્યાએ વ્યાધિ અને ભૂત આદિના દોષોને ઉત્પન્ન કર્યા. એ દોષોથી કંટાળી જે-જે લોકો ‘પર્વત'ના મતને સ્વીકારે, તે-તે લોકોને તે-તે દોષોથી એ અસુર મુક્ત કરતો. તે પર્વત પણ તે શાંડિલ્ય એટલે ‘મહાકાલ’ નામના અસુરની આજ્ઞાથી રોગની શાંતિ કરતો અને લોકોને એ રીતનો ઉપકાર કરી-કરીને પોતાના મતમાં સ્થાપન કરતો હતો. તે પછી સગરરાજાના નગરમાં, અંત:પુરમાં અને પરિવારમાં પણ તે અસુરે અતિ ઘણા ભયંકર રોગોને વિર્ચ્યા. આથી ‘સગર’ રાજા પણ લોકની ‘પર્વતની સેવાથી રોગો મટે છે' આવી જાતની પ્રતીતિથી, પર્વતની સેવા કરવા લાગ્યો અને પર્વતે પણ શાંડિલ્યની સાથે રહીને સર્વ સ્થળે રોગોની શાંતિ કરી દીધી.
પર્વતે ઉપદેશેલો પાપાચાર
આ પછી પ્રથમ આપોઆપ પાપી બનેલા અને પાછળથી અસુરને આધીન થયેલા નરકગામી ‘પર્વતે’ પણ લોકોમાં ધર્મના નામે એવી એવી જાતિના પાપાચારો ઉપદેશવા માંડ્યા, કે જેથી અજ્ઞાન આત્માઓ તો તે પાપપ્રવૃત્તિમાંથી બચી જન શકે. માનાકાંક્ષી આત્માઓ પોતાની મહત્તા ખાતર સર્વ કાંઈ આચરવાને તૈયાર હોય છે ! અને અજ્ઞાન જ્નતા ધર્મના નામે સઘળું કરવાને તૈયાર હોય છે ! આ સ્થિતિમાં પાપને ફેલાવવામાં વિઘ્નો ન નડે, એ તદ્દન સ્વાભાવિક છે ! ભોળી દુનિયાને કોઈપણ એક પ્રવૃત્તિમાં, અર્થ અને કામની લાલચ
૧૭૧
રાક્ષશવંશ અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...પ