________________
કષાય પરિણતિનું પરિણામ ખરેખર, કષાય એ બહુ જ ભયંકર વસ્તુ છે. ક્રોધ, માન, માયા કે લોભ ગમે તે હોય, પણ એ બહુ જ ભયંકર છે. મધુપિંગલ'નો જીવ જે મહાકાલ અસુર થયો, તેણે ક્રોધને આધીન થઈ કેવું ભયંકર કામ કર્યું? સગરરાજા એનો દુશ્મન હતો, પણ બીજા તો નહોતા ને ? તે છતાં પણ કષાયાધીન થયેલા અસુરે પર્વતની સાથે મળી, જગતમાં ઠેર ઠેર હિંસા પ્રવર્તાવી રાજાઓને અને પ્રજાઓને પાપમાર્ગે યોજી અને એથી પોતાને કૃતાર્થ માની, સુલસા સહિત રાજા સગર' ને યજ્ઞમાં હોમી એ અસુર પોતાના સ્થાને ચાલ્યો ગયો.
એ શંકા વિનાની વાત છે કે કષાયાધીન આત્મા પોતાનું ભાન જ ભૂલી જાય છે જેના હૃદયમાં ખોટી વાસનાઓ આવે એ શું ન કરે ? આપણે જોયું કે પોતાના જ્ઞાનથી એક નહિ જેવા નિમિત્તને જાણી ‘અસુર' બનેલો “મધુપિંગલ' કોપાયમાન થયો. સાચી વાત છે કે ભારેકર્મી આત્માઓને માટે જ્ઞાન પણ અનર્થ કરનારું નીવડે છે અન્યથા જે જ્ઞાનના યોગે પૂર્વભવોના સ્મરણથી હૃદયમાં સંસારની અસારતા ભરેલી સ્વાર્થમયતાનું ભાન થાય અને તેથી તે હદય વૈરાગ્યસાગરમાં ઝીલવું જોઈએ, તેને બદલે ‘અસુર’ થયેલા મધુપિંગલનું હૃદય કષાયાગ્નિથી ધમધમી કેમ ઊઠે ? ખરેખર, આવા જ્ઞાનના યોગે વિચારશીલ હદયમાં તો એવી જ ભાવના ઊઠે કે ‘ભલું થજો એ સગરરાજાનું, કે જેણે મને સંસારની મોહિનીમાં પડતો બચાવ્યો, કે જેના પરિણામે હું બાળ તપ કરી શક્યો અને તેના પરિણામે આ દેવગતિને પામ્યો! તે ‘સગર રાજા પ્રત્યે તો હવે મારી એ ફરજ છે કે એ ઉપકારના બદલામાં મારે તેને સંસારની અસારતાનું ભાન કરાવી સન્માર્ગે યોજવો અને એના દ્વારા જગતને સદ્ધર્મથી સુવાસિત કરવું.'
પણ ખરેખર, વિષય અને કષાયને આધીન થયેલા પામર આત્માઓમાં એ જાતિની ઉત્તમ ભાવના જાગૃત જ નથી થતી. ‘એવા આત્માઓ તો પોતાના કષાયાગ્નિમાં અનેક આત્માઓનું બલિદાન
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
2.
૧ કપ રાક્ષશવંશ
અને વાનરવંશ