________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ
રજોહરણની ખાણ નામના ઉપાધ્યાય ખાસ ધ્યાન ખેંચે છે. એ ઉપરથી અધ્યાપક કેવા હોવા જોઈએ એ વસ્તુ ઘણી જ સારી રીતે સમજી શકાય છે. પાઠક 'શ્રી સીરકદંબક ધર્મગુરુ ન હતા, પણ વિદ્યાગુરુ હતા છતાં મારા ભણાવેલા શિષ્યોમાંથી બે નરકે જવાના છે એમ જાણી એમને પરમ ખેદ થયો અને કોણ જશે, તેની પરીક્ષા કરવાને માટે જે કૂકડા આપ્યા, તે પિષ્ટના બનાવીને આપ્યા, નહિ કે સાચા ! અન્ય જીવોનો સંહાર કરી પરીક્ષા લેવાનો કે પરીક્ષા પાસ કરવાનો મનોરથ, પુણ્યશાળી આત્માઓનો નથી હોતો. પાઠકની ઉત્તમતા, એ યોગ્ય વિદ્યાર્થીના જીવન ઉપર અજબ અસર કરે છે. પાઠક ધારે અને વિદ્યાર્થી યોગ્ય હોય, તો વિદ્યાર્થીના જીવનને મોક્ષમાર્ગનું આરાધક બનાવી શકે છે. અને ‘શ્રી ફીરકદંબક’ એ એનું અનુપમ દગંત છે.
સાચા અધ્યાપકના હૃદયમાં વિદ્યાર્થીના જીવનની ચિંતા નિરંતર રહા જ કરે છે. એ જ કારણે પોતાના બીજા બે વિદ્યાર્થીઓનું નરકગમન સાંભળી, તે અતિશય ખિન્ન થાય છે અને એ ખિન્નતાના પરિણામે સંસારથી નિર્વેદ પામી, સંસારનો ત્યાગ કરી, પરમ સંયમધર થઈ, આત્મકલ્યાણ સાધી લે છે. આવા એકાંતહિતૈષી પાઠકના યોગે કોઈ-કોઈ અયોગ્ય આત્મામાં પણ અમુક-અમુક ગુણો તો આવી જ જાય છે, એનું દૃષ્ટાંત શ્રી વસુ' રાજા છે કારણકે તેણે પરમસત્યવાદીની મેળવેલી ખ્યાતિને સાચવી રાખવા માટે, પોતાનું બનતું કર્યું છે. ગુરુની પત્ની માતા કરતાં પણ વધારે અને ગુરુપુત્ર તરફ ગુરુ જેટલો જ ભક્તિભાવ, તેના હદયમાં ઓતપ્રોત થયો હતો. ખરેખર, જો તેને ગુરુપત્ની ગુરુ જેવી જ હિતચિંતક મળી હોત, તો વસુ કદી જ મૃષાભાષી ન બનત પણ ગુરુપત્નીએ તેનામાં રહેલા ભક્તિભાવનો ગેરલાભ લીધો અને પરિણામે શ્રી વસુ' એ અસત્ય સાક્ષી ભરી. આ સ્થળે એ જ વિચારવાનું છે કે માતા-પિતાની આજ્ઞાથી જૂઠું બોલાય ખરું ? અયોગ્ય માર્ગે પ્રવૃત્તિ થાય ખરી ? માતા-પિતાની આજ્ઞા વધે કે જિનેશ્વરદેવની ? શ્રી ક્લેિશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી માતા-પિતાની આજ્ઞા મનાય ? જે