________________
જૈન રામાયણ ૧ ૮૪.
'રાક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
જ રજોહરણની ખાણ 1 અને એ જ કારણે હિતેષી વૃદ્ધોએ સ્પષ્ટ સ્પષ્ટ કહી દીધું કે વ્યાયદાકાએ સત્ય જ બોલવું જોઈએ કારણકે ઘટ વગેરે દિવ્યો પણ સત્યથી જ વર્તે છે, મેઘ પણ સત્યથી જ વરસે છે અને દેવતાઓ પણ સત્યથી જ સિદ્ધ થાય છે.
હિતકારી સૂચનાનો અનાદર અને દેવતાનો પ્રકોપ વિપ્રવૃદ્ધોએ ઉચિત અને યોગ્ય હિતકર સૂચના કરવા છતાં પણ “શ્રી વસુ રાજાએ, એ હિતકર સૂચનાને આપતા વચનને સાંભળીને અને તે પોતાની ‘સત્યવાદીપણા'ની પ્રસિદ્ધિનો પણ નિરાસ કરીને, સાક્ષી આપતાં કહયું કે ‘ગુરુએ ‘અજ એટલે ‘મેષ' એવી વ્યાખ્યા કરી છે.” “વસુ'ના આવા અસત્ય વચનથી કોપાયમાન થયેલા દેવતાઓએ ત્યાં ને ત્યાં જ આકાશ જેવા સ્ફટિકરત્નની સિંહાસન વેદિકાને દળી નાખી, એટલે કે ભાંગીને ભુક્કો કરી નાખી અને પોતાના નરકપાતનું પ્રસ્થાપન કરતો હોય તેમ પૃથ્વીનો નાથ વસુ એકદમ પૃથ્વીના તલ ઉપર પડી ગયો. તે પછી તેના અસત્ય કથનથી કુપિત થયેલા દેવતાઓએ પાડી નાખેલો તે નરનાથ વસુ ઘોર નરકમાં ચાલ્યો ગયો.”
ખરેખર, કેવળ પ્રસિદ્ધિ માટે જ સત્યાદિક ધર્મને આચરનારાઓ વિશ્વમાં ક્યારે ઉપદ્રવ મચાવે, એ કહી શકાય નહિ, કારણકે તેવા આત્માઓને સત્યાદિક ધર્મની કિંમત નથી હોતી, પણ પોતાના સ્વાર્થની ભકિમત હોય છે. જેઓ ધર્મને ધર્મ તરીકે અને કેવળ આત્માની મુક્તિ અર્થે જ નથી સેવતા, તેઓની દશા ઘણી જ ભયંકર હોય છે, તેઓ ધર્મની સેવા કરતાં ધર્મની અસેવા વધુ કરે છે. એવા આત્માઓ વિશ્વમાં ધર્મની મહત્તા વધારવાનું કામ કરવા કરતાં, ઘટાડવાનું કામ વધુ કરે છે. એવા આત્માઓના યોગે વિશ્વ ધર્મ તરફ નથી દોરાતું, પણ સ્વાર્થની સાધના તરફ દોરાતું જાય છે અને એના પરિણામે એવા આત્માઓ સ્વપર ઉભયનું ભયંકર અહિત કરનારા નીવડે છે.