________________
“વિપ્રવૃઢેરથોદ્દે સ, વિવાદ્રિત્ત્વયિ તિષ્ઠત્તે प्रमाणमनयोः साक्षी, स्त्वं रोदस्योरिवार्यमा ॥१॥"
આ વિવાદ આપવી ઉપર સ્થિર છે. ભૂમિ અને આકાશની વચમાં જેમ સૂર્ય છે, તેમ આ પર્વતક અને શ્રી નારદ એ બેની વચમાં પ્રમાણભૂત સાક્ષી આપ છો !'
અને
"घटप्रभृतिदिव्यानि, वर्तते हंत सत्यतः सत्यावर्षति पर्जन्यः, सत्यात् सिध्यंति देवता: ।१२।१"
‘એ નિશ્ચિત વાત છે કે ઘટ વિગેરે દિવ્યો સત્યથી વર્તે છે, મેઘ પણ સત્યથી વરસે છે અને દેવતાઓ પણ સત્યથી જ સિદ્ધ થાય છે.'
વળી "त्वयैव सत्ये लोकोऽयं, स्थाप्यते पृथ्वीपते! । त्वामिहार्थे ब्रूमहे किं, ब्रूहि सत्यव्रतोचितम् ११३१॥"
હે પૃથ્વીપતે ! આપે જ આ લોકને સત્યમાં સ્થાપન કર્યો છે, તો સત્ય કહેવામાં અમે આપને શું કહીએ ? માત્ર એટલી જ અમારી પ્રાર્થના છે કે આપ આપના સત્ય વ્રતને ઉચિત જે હોય તે કહો !”
વૃદ્ધ બ્રાહ્મણોના આ કથનથી સમજી શકાય તેમ છે કે તેઓ આજે રાજાના દેખાવ અને ઢબ ઉપરથી કળી શક્યા છે કે આજે રાજાની મનોવૃત્તિ ફેરવાઈ ગયેલી છે, અને એ જ કારણે વસુરાજા ન્યાય આપવા માટે બોલી ઊઠે તે પહેલા જ, વૃદ્ધ બ્રાહ્મણોએ આ જાતિની સૂચના કરવી યોગ્ય ધારી છે.
હિતેષીઓ ગમે તેવે પ્રસંગે પણ પોતાની ફરજ બજાવવામાં ચૂક નથી કરતા. હિતેષીઓની ફરજ છે કે તેઓએ હિતકર સૂચના કરવામાં સામાતા રોષ તોષની પરવા કરવી જોઈએ નહિ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
રાક્ષશવંશ અને વાનરવંશ