________________
આથી કલ્યાણની જએટલે કે આ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સંસારથી મુક્ત થવાની જ અભિલાષાવાળા આત્માઓએ એવાઓના સંસર્ગ આદિથી બચવું, એજ શ્રેયસ્કર છે. એવા આત્માઓને સિદ્ધાંત જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને એ કારણે તેવાઓ હૃદયથી કોઈની પણ હિતશિક્ષાને સ્વીકારતા જ નથી. જોકે આ સ્થળે વસુ રાજાની સ્થિતિ તો જુદી જ છે. વસુ' રાજાએ સત્યનો સ્વીકાર અને તેનું સેવન પ્રસિદ્ધિ માટે જાળવી રાખ્યું હતું અને પર્વતની માતા જેવી ગુરુપત્ની ન મળી હોત, તો તે પ્રસિદ્ધિ માટે પણ સત્યને સાચવી જ રાખત, પણ તેનો આત્મા દુર્ગતિગામી હોવાને લઈને, સ્વાર્થી આત્માને સંતુષ્ટ કરવા ખાતર, તે સત્ય ઉપર ન ટકી શક્યો અને પરિણામે પોતાની સભાના અલંકાર સમા અને હિતકર સૂચનાના આપનારા વૃદ્ધ વિપ્રોના વચનને અવગણીને પણ અસત્ય બોલ્યો, દેવતાઓનો કોપ વહોર્યો અને નરક સાધી.
“વસુ' રાજાના ધર્મઘાતક અસત્ય ભાષણથી કોપાયમાન થયેલ દેવતાઓ કેવળ “વસુ નો નાશ કરીને જ ન અટક્યા, પણ પોતાના પિતાના પદે બેઠેલા તે વસુરાજાના ૧-૫થવસુ, ૨-ચિત્રવસુ, ૩-વાસવ, ૪-શ૪, ૫-વિભાવસુ, ૬-વિશ્વાવસુ, ૭-શુર અને ૮-માશુર' - આ આઠ પુત્રોને તે જ વખતે, એટલે કે પોતાના પિતાના પદે બેઠા કે તરત જ મારી નાખ્યાં. આથી 'વસુ રાજાનો નવમો પુત્ર સુવસુ પિતાની ગાદી ઉપર ન બેસતા, નાસીને નાગપુર ચાલ્યો ગયો અને દશમો ‘બૃહદ્રધ્વજ નામનો પુત્ર પણ ગાદી ઉપર ન બેસતાં ભાગીને ‘મથુરાપુરી' માં ગયો. આ બનાવ બની ગયા પછી ‘વસુ' રાજાની ‘સૂક્તિમતી' નગરીના લોકોએ પણ બહુ પ્રકારે ઉપહાસ કરી ‘પર્વત' ને નગરીથી બહાર કાઢી મૂક્યો.
આપણે જોઈ ગયા કે શ્રી રાવણના' આ પશુવધાત્મક યજ્ઞો ક્યારથી શરૂ થયા ?' આ પ્રસ્તના ઉત્તરમાં શ્રી નારદજીએ પોતાનું અને પોતાના સહાધ્યાયી આદિનું વર્ણન કર્યું. તેમાં આવતા “શ્રી ક્ષીરકદંબક'
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
૧પ રાક્ષશવંશ
અને વાનરવંશ