________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ -
૧૬૨
જ રજોહરણની ખાણ * વધુમાં તેવા શુદ્ધ ધર્મના સેવનથી મળેલી સાહાબી પણ આત્માને પાપકર્મમાં નહિ ફસવા દેતાં, પાપથી જાગૃત કરવા સાથે મુક્તિની આરાધના પણ સહેલી કરી આપે છે.
આપણે જોઈ ગયા કે ‘પર્વતકે ખોટો અર્થ કર્યો તે સાંભળી, તેને ખોટો અર્થ કરતાં અટકાવવા માટે શ્રી નારદજીએ સમજાવવા માંડ્યો તે છતાં પણ તે ન સમજ્યો અને પરિણામે જીદ્વાચ્છેદનું 'પણ' કર્યું. આ પછી માતા દ્વારા સત્ય જાણવા છતાંપણ, પર્વતકે માન્યું અને મોહવશ માતા પણ પોતાના પુત્રના પ્રાણ બચાવવા માટે વસુ' રાજા પાસે પણ અસત્ય વાત બોલવાની કબૂલાત કરાવી આવી.' આટલી વાત જણાવ્યા પછી, આગળ ચાલતા શ્રી નારદજીએ જણાવ્યું કે
શ્રી વસુરાજાની સભામાં ‘પર્વતક’ અને ‘બંને ગયા. તે સભામાં મધ્યચ્ય' ગુણથી શોભતા અને વાદીઓના સાચા અને ખોટા વાદરૂપ ક્ષીર અને નીરનો ભેદ કરવા માટે હંસસમા સભ્યો એકત્રિત થયા હતા. ચંદ્રમા જેમ આકાશને અલંકૃત કરે, તેમ સભાપતિ “શ્રી વસુ' રાજાએ પણ આકાશ જેવી સ્ફટિક શિલાની વેદિકા ઉપર રહેલા સિંહાસનને અલંકૃત કર્યું. તે પછી સત્ય કહો' એ પ્રમાણે કહેતા અમે બંને જણાએ નરેન્દ્ર શ્રી વસુ' ની આગળ અમારો પોતપોતાનો વ્યાખ્યાપક્ષ કહો એટલે મેં કહ્યું કે “મર્યષ્ટ્રવ્યમ્' આ સ્થળે ગુરુદેવે ગૌણ અર્થનો સ્વીકાર કરી ને નવન્ત $ત્યના ' 'ઉત્પન્ન ન થાય તેનું નામ અજ આ વ્યુત્પત્તિથી 'મા' એટલે ત્રણ વરસનાં જૂનાં ધાન્યો? એવો અર્થ કર્યો છે. અને પર્વતકે કહ્યું કે નહિ, ગુરુએ એ સ્થળે ‘અજ શબ્દનો અર્થ ત્રણ વરસનાં ધાન્ય' નહિ પણ મેંઢા' એવો અર્થ કર્યો છે. અને તેમાં કોશનું પ્રમાણ પણ છે. આ રીતે અમે બંને જણાએ અમારો પોતપોતાનો પક્ષ નરેન્દ્ર ‘વસુ સમક્ષ કહી બતાવ્યો. આ પછી તે સભામાં ઉપસ્થિત થયેલા
વૃદ્ધ બ્રાહ્મણોએ રાજાને કહાં કે