________________
જૈન રામાયણઃ
છે.
રજોહરણની ખાણ ૧૬૦
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
વચનને ગમે તે ભોગે પકડી રાખવાને કેવું-કેવું પાપ કરે છે અને કરાવે છે, એ વાત પણ આ ઉપરથી સમજી શકાય તેમ છે ! પોતાની માતાએ પણ પર્વતકને કહ્યું કે તારા પિતાએ ‘અજ નો અર્થ આ જગ્યાએ મેંઢો નથી કર્યો, પણ ત્રણ વરસનું જૂનું ધાન્ય' એવો જ કર્યો છે, તે છતાં પણ પર્વતકે પોતાનો આગ્રહ ન જ છોડ્યો અને પોતાના પાપમાં પોતાની માતાને પણ સાથી થવાનું સૂચવ્યું ખોટી
ખ્યાતિનો હાઉ આત્મા પાસે શું-શું કરાવે છે, એનું આ એક સુંદર દૃષ્ટાંત છે. માતાના કહેવા પછી તો પર્વત પણ જાણી શક્યો હતો કે મારું કથન શાસ્ત્રથી વિરુદ્ધ છે, પિતા ગુરુના કથનથી પણ વિરૂદ્ધ છે અને ઘોર પાપની પ્રવૃત્તિ કરાવનારું છે. તે છતાં પણ તેનાથી પાછા હઠવાને બદલે તે વચનને પુષ્ટ બનાવવા માટે પોતાની માતાને પોતાના તે પાપકર્મમાં સાથ દેવાનું ધ્વનિત કરે છે, એ કેટલી બધી અધમતા ગણાય? પણ એવા આત્માઓ જો એવી અધમતાનો સ્વીકાર ન કરે, તો તેઓના દુર્ગતિએ જવાના મનોરથો ફળે કેમ પણ કેમ? બીજી વાત એ છે કે મોહાંધ માતા પણ પોતાના પ્રાણપ્રિય પુત્રના પાપકર્મમાં સાથ દેવાનું કબૂલ કરે છે અને તેને ઘટતું સઘળું જ કરી લેવા તૈયાર થઈ જાય છે ! માતા જેવી માતા પણ સત્યનો પરિત્યાગ કરી, પોતાના સ્વામીને બેવફા નીવડી, એક સત્યવાદી આત્માને પણ પોતાની લાગવગના યોગે અસત્ય બોલવાની કારમી સલાહ આપવાનું કામ કરે છે ! આ ઉપરથી મોહનું સામ્રાજ્ય કેવું અને કેટલું ભયંકર છે, એ સારી રીતે ખ્યાલમાં આવી શકે તેમ છે.
મોહતા સામ્રાજ્યમાં પડેલા આત્માઓ સમજવા છતાં પણ માગભ્રષ્ટ થઈને લોકોની વાહવાહમાં પડી ઉત્સત્રભાષણ આદિ પાપકર્મ કરનારાઓના સહાયક થાય, ગુરુ દ્રોહીઓની પીઠ થાબડનારા થાય અને ગુરુદ્રોહી, શાસનદ્રોહી, અને ઉત્સુત્રભાષી આત્માઓને સ્થિર રાખવા માટે સઘળા કુપ્રયત્નો કરે, એ કાંઈ આ વિશ્વમાં નવીન નથી. મોહનું સામ્રાજય ભવાભિનંદી આત્માઓ