________________
=
૨. અનંતદર્શન, ૩. અનંતવીર્ય, ૪, અનંતસુખ' – આ ચતુષ્ટયવાળા તે
શ્રી વાલી મુનીશ્વર સિદ્ધિપદને પામ્યા.
સાધર્મીક પરસ્પર આવો મેળ રાખે અને ભક્તિની આવી લેવડદેવડ કરે તો સાધર્મીક ભૂખે મરે કે દીનહીન હોય એ બને ? સંભવે જ નહિ. સાધર્મીકને પરસ્પર ભક્તિ તથા પ્રેમ હોવો જ જોઈએ. બે શ્રાવક સામે મળે તો શું બોલે?
સભા : સાહેબજી ! એ અસલી કે નકલી !
પૂજ્યશ્રી : ભલે ચાલુ જમાનામાં તમે હો, પણ છો કોના શાસનમાં ? પરસ્પરના મેળાપમાં હાથ જોડવાપૂર્વક ‘જય જિનેંદ્ર’ શબ્દ બોલાવો જોઈએ. આ રીતે પરસ્પર હાથ જોડી, નમસ્કાર કરી, શ્રી જિજ્ઞેશ્વરદેવની જય ઇચ્છનારાઓની પ્રશ્નાવલી કેવી ઉમા થવી જોઈએ? ‘આપના નગરમાં કયા મુનિવર વિચરે છે ? વ્યાખ્યાનમાં શું ચાલે છે ? નિરંતર સાંભળો છો યા નહિ ? શું સમજ્યા ? શું છોડ્યું ? ભક્તિ-પૂજા-સેવા કેવી થાય છે ? આવી જ ! પણ અત્યારની કફોડી હાલતમાં ઉદય થાય શી રીતે ? ભોજન વિગેરે પણ ભક્તિના પ્રકાર છે, પણ જો એમાં આ બધું ન હોય, તો ભક્તિ લુખ્ખી ગણાય. આ ભાવના આવ્યા પછી આપનારની તથા લેનારની ઊર્મિઓ જુદી હોય. બેય કર્મનો ક્ષય કરે, આત્માનો ઉદય કરે, દરિદ્રતા આપોઆપ ભાગી જાય. વગર પૈસે પણ સાચો શ્રાવક દરિદ્ર દેખાય નહિ. સારા સાધર્મીક સામાન્ય સાધર્મીકની સંભાળ લેતા જ હોય. તમે બધા જ સાધર્મીક ભક્તિનું સ્વરૂપ સમજો અને ખામી હોય તે સુધારો, તો શાસન આજે જ દીપી ઊઠે.
કામવશ આત્માની દુર્દશા આ બાજુ શ્રી વૈતાઢ્યગિરિ ઉપર ‘જ્યોતિપુર' નામના નગરમાં ‘જ્વલનશીખ’ નામના વિદ્યાધરોના એક રાજા છે. તે રાજાને
૧૨૩
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪