________________
ઉપમા આપે છે તથા સ્તનને કુંભની ઉપમા આપે છે અને તેને અંગે ઘણા જ કનિષ્ટ વિચારો કરે છે.
વિચારો કે કામવશ આત્માઓની કેવી ભયંકર દુર્દશા હોય છે ! તે આત્માઓ કેવી-કેવી વસ્તુઓને કેવી-કેવી ઉપમાઓ આપી, જીવનને બરબાદ કરનારા મનોરથો સેવે છે ! આવા આત્માઓના અંતરમાં એક પણ સુંદર ઉપદેશ સહેલાઈથી અસરકારક નથી નીવડી શકતો. આવી કામ વાસનાઓમાં ફસાઈ પડેલા આત્માઓ, પોતાની જાતને સારી મનાવવા માટે, ઉપકારી આત્માઓની પણ અવગણના કરે છે ! અને તેઓ તરફથી દેવાતી હિતશિક્ષાને પણ કદરૂપી રીતે ચીતરવાનું પણ પાપકર્મ કરે છે !
સ્ત્રીઓના એક-એક અંગને કામવિવશ આત્માઓ કોઈ જુદીજુદી કલ્પનાઓથી જ નીરખે છે. એમને મન સ્ત્રીઓનું શરીર એક સુખના નિધાન સમું લાગે છે અને એથી જ એની વિચારણાઓમાં તેમનો આત્મા પોતાનું આખું સ્વરૂપ વિસરી જાય છે અને તેની આગળ તેને મન દેવ, ગુરુ તથા ધર્મ પણ એક સામાન્ય વસ્તુ જેવા થઈ પડે છે. પાપનો ભય પણ તેના હૃદયમાંથી નીકળી જાય છે, અને દીવાનાની માફક ભટકે છે. એવી જ હાલત સાહસગતિ' ની થઈ પડી છે અને તેથી 'તારા સુંદરી' પરસ્ત્રી થઈ ચૂકી છે, તે છતાં પણ તેણે વિચાર્યું કે – ‘બળથી કે છળથી પણ હું તેનું હરણ કરીશ.' આ પ્રમાણેનો વિચાર કરતા તે ‘સાહસગતિ’ એ રૂપનું પરાવર્તન કરનારી દેશે મુષી' નામની વિઘાને યાદ કરી અને શુદ્ર હિમવંત પર્વત ઉપર જઈને, એક ગુફાની અંદર તે વિઘાને સાધવા માટે આરંભ કર્યો. દુનિયાનાં પ્રાણીઓ જેટલી આરાધના કામની કરે છે, તેટલી જ આરાધના જો મુક્તિમાર્ગની કરે, તો તેઓનું કલ્યાણ કેમ ન થાય ? જરૂર થાય જ, પણ એ દશા આવે કંઈ રીતે ? ખરેખર, કામની દશા ઘણી જ ભયંકર છે. આખું ગત એમાં ૧ ૨૫ રાક્ષશવંશ 22
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
-
અને વાનરવંશ