________________
આત્માઓ પ્રત્યેનો સદ્દભાવ, સંસારની અસારતાનો ખ્યાલ અને સંયમ પ્રત્યેની લગની કેવા પ્રકારની હોય છે ? ધર્મની આરાધના માત્ર વાતો જ કરનારા નથી કરી શકતા. ધર્મ, એ રોમેરોમમાં પરિણત થઈ જવો જોઈએ. જ્ઞાનીના એક-એક વચનની ખાતર, જીવનનું સર્વસ્વ સમર્પિત દેવાની ઉત્કંઠા ઉલ્લસિત રહેવી જોઈએ. એ વિના યોગ્ય આલંબનોનો ઉચિત લાભ નથી જ લઈ શકાતો. સુંદર સંસર્ગોમાં પણ જોઈતો સદ્ભાવ હદયમાં ન જાગે, એ તો એક ભયંકર કમનસીબી જ ગણાવી જોઈએ.
ધન્ય છે આવા પુણ્યપુરુષોને જે શ્રી સહસ્ત્રાંશુ રાજાને આશાતના કરનાર માનીને પકડ્યા હતા, તે જ જ્યારે આશાતના કરનાર નથી, પણ એક પરમતારક મહાપુરુષના પુત્રરત્ન છે અને પરમ ધર્માત્મા છે એમ માલુમ પડ્યું, કે તરત જ શ્રી રાવણ નમી પડે છે અને તેમને પોતાના બંધુ તરીકે સ્વીકારી, પોતાની પૃથ્વીનો ભાગ પણ આપવા તૈયાર થઈ જાય છે. એ જેવી તેવી ઉચ્ચ ભાવના નથી. તેવી જ રીતે આવા સંયોગોમાં ‘શ્રી સહસ્ત્રાંશુ રાજા સર્વસ્વનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરે, એ વળી શ્રી રાવણની ભાવનાને પણ ટપી જાય તેવી ભાવના છે. ખરેખર, આવા મહાપુરુષોની ભાવનાઓનો પાર પામવો, એ ભવાભિનંદી આત્માઓ માટે અશક્ય છે. સાચા પરાક્રમી પુરુષો સમય આવી જ રીતે સાધવા યોગ્ય વસ્તુને સાધી લે છે.
પુણ્યશાળી આત્માઓની મિત્રતા પણ પયરૂપ હોય છે. પ્રભુમાર્ગમાં રહેલા મિત્રરાજાઓ પણ પરસ્પર સંકેત કેવા કરતા હતા? ‘શ્રી સહસ્ત્રાંશુ અને શ્રી અનરણ્ય બંને રાજાઓનો સંકેત પણ સાથે સંયમ લેવાનો હતો. ‘રાજાઓ’ અને ‘સંકેત સંયમનો' એ મિત્રતાનો
'શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૧૩૯ રાક્ષશવંશ
અને વાનરવંશ