________________
દેવર્ષિ નારદ
અને હિંસક યજ્ઞો
દિગ્યાત્રામાં આગળ વધતાં રાવણને શ્રી નારદ-ઋષિ દ્વારા હિંસક યજ્ઞો અંગે ફરિયાદ કરાઈ, વેદમાં કહેવાયેલા સાચા યજ્ઞનું મરુતરાજા પાસે પોતે વર્ણવેલું સ્વરુપ કહેવાયું. નિર્મળ સમ્યફવી શ્રી રાવણે એ સાંભળીને ધર્મરક્ષક પ્રયત્ન આદર્યો.
આ પ્રકરણમાં હિંસાત્મક યજ્ઞની ઉત્પત્તિનું વર્ણન કરતાં શ્રી ક્ષીરકદંબક નામના ઉપાધ્યાયનો અને તેઓના મુખ્ય ત્રણ વિદ્યાર્થીઓનો વિસ્તૃત પ્રસંગ વર્ણવાયો છે. જેમાં મિથ્યાત્વ અને કષાયોના કવિપાકોનું તાદશ ચિત્ર રજૂ થયું છે.
શ્રી નારદઋષિનું ચરિત્ર, મથુરા અને મધુ આદિના પ્રસંગો આ પ્રકરણમાં સમાવેશ પામ્યા છે.
૧૪૧