________________
કે ‘આ શું એ કરશે!’ ધર્મી જો એટલું ન બતાવી શકે, તો ધર્મરક્ષણનું કૌવત જ નથી એમ કહેવાય.
સાથે એ પણ સાચું છે કે ધોલ તે જ મારે, જેને હાથ ફેરવતાં આવડે. છોકરો બાપની ધોલ ખાય, પણ બીજાની ન ખાય. જાણે છે કે બાપ ખવરાવે છે. પણ બીજો ધોલ મારે તો સામી બે મારે ! આંખો તે કાઢે, કે જે હસીને બોલાવી શકે. છોકરાને બાપ ચૂંટી પણ ખણે, ભૂખ્યો પણ રાખે અને દૂધ પણ પાય. એક આંખમાં પ્રીતિ અને એક આંખમાં ભીતિ ! એક આંખમાં અમી અને એક આંખમાં ઉગ્રતા ! ધર્મી પાસે ધર્મીને જતાં આનંદ થાય, પણ ધર્મના વિરોધીને તો ભય જ થવો જોઈએ ! ધર્મના વિરોધની સામે “હશે ત્યારે હવે” એમ ધર્મી તો ન જ કરે અને એમ થાય ત્યાં સુધી શાસન પરિણામ પામ્યું નથી, એમ જ કહેવું પડે. શક્તિ ન હોય એ પણ એ ભાવના કરે કે‘ક્યારે કોઈ પાકે ! જે રક્ષક ઉભો થાય તેને હાથ જોડે. મરુત રાજાએ સન્માન કર્યું, હાથ જોડી ઉભો રહ્યો, તે છતાંપણ શ્રી રાવણ લેપાયા વિના, જરાપણ ઠંડા થયા વિના, કહે છે કે ‘નરકદાયક યજ્ઞ તું કેમ કરે છે ?’ આ પ્રમાણે કહીને કહ્યું કે “ત્રણ જગતના હિતકારી એવા શ્રી સર્વજ્ઞદેવોએ અહિંસામાં જે ધર્મ કહ્યો છે, તે ધર્મ આ પશુહિંસાત્મક યજ્ઞથી શી રીતે થાય ? પ્રાણીના સંરક્ષણમાં ધર્મ કે ઘાતમાં ? મનુષ્ય, જંતુને સાચવે કે એના પર હથિયાર ચલાવે ? માટે બેય લોકને બગાડનારા આ હિંસાત્મક યજ્ઞને બંધ કર, નહિ તો પરલોકમાં તો નરક છે જ, પણ આ લોકમાંએ તારા માટે મેં કેદ તૈયાર રાખી છે.” રાવણની ભાવના બધાને કેદમાં નાખવાની નહોતી, પણ કહેવું તો પડ્યું જ. પરિણામે
विससर्ज मखं सद्यो, मरुतनृपतिस्ततः ।
અનંથ્યા રાવળાા હૈિં, વિશ્વસ્થાપિ યંગ
){
‘મરુત’ રાજાએ પણ એકદમ યજ્ઞને વિસર્જન કરી દીધો, કારણકે વિશ્વને ભયંકર એવી શ્રી રાવણની આજ્ઞા ઉલ્લંઘન ન થઈ શકે એવી હતી.'
૧૪૯
રાક્ષશવંશ અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫