________________
तच्छुत्वा चिन्तयामास, खिन्नः क्षीरकदंबकः । मय्यप्यध्यापके शिष्यौ, यास्यतौ नरकं हहा ! ११॥
‘ખિન્ન થયેલા શ્રી ક્ષીરકદંબક નામના ગુરુવર ચિંતવવા લાગ્યા કે ખેદની વાત છે કે મારા જેવા અધ્યાપક્ની હયાતિમાં બે શિષ્યો નરકે જશે.'
નાલાયક શિષ્યો નરકે જાય, એમાં કશું જ આશ્ચર્ય નથી છતાં અધ્યાપકનું હૃદય કેવું હોવું જોઈએ, એ જ વિચારવાનું છે. હિતેષીઓનું હદય હિતની ભાવનાથી ભરેલું જ હોવું જોઈએ. જેને ચઢાવો તેને પૂરા ચઢાવજો એવા ન ચઢાવતા કે ચઢાવાને બદલે પાતાળમાં પેસી જાય. ધર્મના નામે અધર્મ કદી ન કરશો. તમારી સહાયથી થતી કાર્યવાહીમાં શું થાય છે, એ જોતા નહિ શીખો તો તમારી જ સહાયથી કોઈ આત્માઓ ડૂબી જશે,
જે ભણીને આગમ ઉપર શ્રી જિનેશ્વરદેવના માર્ગ ઉપર, અશ્રદ્ધા ઉત્પન્ન થાય અરુચિ ઉત્પન્ન થાય, એ ભણતર કહેવાય ? જે ભણતરના યોગે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલાં ઉત્તમ અનુષ્ઠાનોની બજાર વચ્ચે છડેચોક મશ્કરી કરવાનું મન થાય, તે ભણતર કહેવાય ? એવા ભણતરને ધર્મીથી સહય કરાય? એવું ભણાવવા કરતાં તો ન ભણાવવું જ સારું ! જે ભણતર ભણવાથી જ્ઞાનીની તથા જ્ઞાની પુરુષોની આજ્ઞાની ઠેકડી કરવાનું મન થાય, તે ભણતર જ નથી. માતા પોતાના દીકરાને, બાપ પોતાના દીકરાને ભાઈ પોતાના ભાઈને, તેમના પ્રત્યે આવી હિતની લાગણી ધરાવી ટકોર કરતા રહે, તો ધર્મ લેવા જવો પડે કે દોડ્યો આવે ? અમારી તો એ ભાવના કે જેનાથી ધર્મ દોડ્યો આવે એ કેળવણી અને એ શિક્ષણ એમાં અમે સોએ સો ટકા સંમત અને જે કેળવણી ધર્મથી ઊંધે માર્ગે લઈ જાય, જ્ઞાની તથા જ્ઞાનીના વચનની ઠેકડી કરાવે, જ્ઞાનીએ કહેલાં અનુષ્ઠાનોની ભરબજારે મશ્કરી કરાવે, એ કેળવણીથી સોએ સો ટકા વિરુદ્ધ મરતાં સુધીએ એનો વિરોધ કરવાની ભાવના અને નિયાણું
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫
.
0 રાક્ષશવંશ
અને વાનરવંશ