________________
તેની વેદી' તે પોતાનું શરીર જ છે તેમાં તે તારૂપી અગ્નિ સળગાવે છે અને તે અગ્નિને પ્રદીપ્ત કરવા માટે જ્ઞાનરૂપી ઘીની ધારા અવિચ્છિન્નપણે ચાલુ રાખે છે. તે પછી પ્રદીપ્ત થયેલા તે અગ્નિમાં કર્મોરૂપી કષ્ટોને નાખીને ક્રોધાદિ કષાયોરૂપી પશુઓને તેમાં હોમે છે. ‘સત્ય' ને યજ્ઞનો સ્તંભ બનાવે છે અને દક્ષિણા તરીકે પ્રાણીમાત્રની રક્ષા કરે છે. આ રીતના યજ્ઞને મન, વચન અને કાયારૂપી ત્રણે યોગોને એકતાનતાથી કરનાર આત્મા, તે યજ્ઞને મુક્તિનું સાધન બનાવે છે. બાકી
क्रव्यादतुल्या ये कुर्यु र्यखं छागवधादिना । ते मृत्वा नरके घोरे, तिष्ठेयुर्दुःखिनश्चिरम् ॥१॥ ‘રાક્ષસ જેવા જે લોકો બોકડા આદિ પશુઓના વધ આદિથી યજ્ઞ કરે છે, તેઓ મરીને ઘણા કાળ સુધી દુ:ખી અવસ્થામાં ઘોર નરકમાં વાસ કરીને રહે છે. અને
उत्पन्नोऽस्युत्तमे वंशे, बुद्धिमानृद्धिमानसि । राजन् ! व्याधोचिताइस्मा - निवर्तस्व तदेनसः ॥२॥
‘હે રાજન્ ! તું તો ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલ છે. ઋદ્ધિમાનું અને બુદ્ધિમાન્ છે, માટે શિકારીને યોગ્ય એવા આ પાપથી પાછો ફર !' વળી તે લોકોના કથન મુજબ
હરિ પ્રાણવલ્વેનાઇ, સ્વ નવેત હિનામ્ ? तत्छून्यो जीवलोकोऽय -मल्पैरपि दिनैर्भवेत् ११३१॥
‘જો પ્રાણીઓનો પ્રાણીબધથી પણ સ્વર્ગ થતો હોય, તો તો થોડા જ દિવસોએ કરીને આ જીવલોક શૂન્ય થઈ જાય, કારણકે હિંસ ની સંખ્યા આ દુનિયામાં નાનીસુની નથી.'
મારા આ કથનને સાંભળીને ક્રોધે કરીને જ્વળતા યજ્ઞના અગ્નિ જેવા તે બ્રાહ્મણો દંડ અને પટ્ટક હાથમાં લઈને ઊભા થઈ ગયા અને તે પછી તેઓથી મરાતો હું ત્યાંથી નાઠો. નદીપૂરના પરાભવથી પરાભૂત થયેલો આદમી જેમ દ્વીપને પામે, તેમ હે રાવણ ! ત્યાંથી નાસતો એવો હું તને પામ્યો. તારા જોવાથી મારી તો રક્ષા થઈ જ ગઈ છે, પણ હવે તે નરપશુઓથી હણાતાં તે પશુઓને તું બચાવ !" ૧૪૫ રાક્ષશવંશ ,
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
અને વાનરવંશ