________________
b-leld lāp?pb be sphe
જૈન રાયણઃ રજોહરણની ખાણ
અનુપમ શિક્ષાપાઠ છે. શ્રી જૈનશાસનમાં આવા શિક્ષાપાઠો અનેક છે. મિત્ર બનો તો આવા બનો અને મિત્રો મેળવો તો આવા મેળવો ! પણ સંસારના રંગી મિત્રોથી તો આઘા જ રહેજો. મિત્ર વિના રહો, પણ સંસારમાં જોડનારા મિત્રોની સાથે ન ભળો. સંસારના ફંદાથી છોડાવનારને જ સાચા મિત્ર માનો, પણ સંસારના ફંદામાં ફસાવનારને સારા ન માનો સારા દેખાતા હોય તોય એ ભયંકર જ છે. ‘મિત્રરાજાએ
સંયમ સ્વીકાર્યું. એ શ્રી અનરણ્ય રાજાને ખબર પડી, કે તરત તેમણે પણ એ જ વિચાર્યું કે ‘એક દીક્ષા લે તો બીજાએ લેવી એમ મારે સંકેત હતો. એકીસાથે વ્રત લેવાનો સંકેત હતો. હવે એ મિત્રે તો વ્રત લીધું, એટલે મારાથી પણ ન રહેવાય.’ બસ, તે જ વખતે પોતાના પુત્ર દશરથને ગાદીએ બેસાડી સત્ય છે પ્રતિજ્ઞા જેવી, એવા શ્રી અનરણ્ય રાજાએ પણ સંયમ અંગીકાર કર્યો અને પોતાના સંકેતની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. ધન્ય છે આવા પુણ્યપુરુષોને !
+
૧૪૦
+