________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પી જૈન રામાયણઃ,
આ રજોહરણની ખાણ ૧૩૮ આપના રાજ્ય ઉપર શાસન ચલાવો અને બીજી પૃથ્વીને પણ ગ્રહણ કરો ! અમારા ત્રણ ભાઈઓમાં ચોથા ભાઈ તરીકે આપ પણ અમારી લક્ષ્મીના અંશને ભજનારા છો.'
આ પ્રમાણે કહેવાયેલા અને બંધનથી મુક્ત કરાયેલા “શ્રી સહસ્ત્રાંશુ' રાજાએ એ પ્રમાણે કહેવા માંડ્યું કે
X XX XXX XX XXX XX XXX ? न हि राज्येन मे कृत्यं, वपुषा वाप्यतः परम् ॥१॥ વિશ્રાંતિ પ્રષ્યિામિ, વ્રત સંસારનાશનમ્ ? अयं हि पन्था, साधूनां, निर्वाणमुपतिष्ठते ॥२॥
‘અત્યારથી આરંભીને મારે આ રાજ્યનું પણ કામ નથી અને આ શરીરનું કે પણ કામ નથી. હું તો સંસારનો નાશ કરનાર એવા અને પિતાજીથી અંગીકાર
કરાયેલા વ્રતનો જ આશ્રય કરીશ, કારણકે આ જ માર્ગ સાધુપુરુષોને મોક્ષમાં પહોંચાડનાર છે.'
આ પ્રમાણે કહી પોતાના દીકરાને શ્રી રાવણને સમર્પણ કરી , ચરમશરીરી એટલે તેજ ભવમાં મુક્તિએ નાર શ્રી સહસ્ત્રાંશુ રાજાએ પોતાના પૂજ્ય પિતા મુનિવર પાસે વ્રતને એટલે દીક્ષા અંગીકાર કરી અને તેજ વખતે મિત્રપણાના સંબંધથી પોતે દીક્ષા અંગીકાર કર્યાની વાત ‘અયોધ્યા'નગરીના અધિપતિ “શ્રી અનરણ્ય' રાજાને સંદેશાથી કહેવરાવી. તે અયોધ્યાપતિ “શ્રી અનરણ્ય' રાજા પણ વિચારે છે કે તે પ્રિય મિત્ર સાથે મારે એવો સંકેત હતો કે આપણે સાથે વ્રત ગહણ કરવું આ પ્રમાણેની પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને, સત્યરૂપ ધનના સ્વામી તે ‘શ્રી અનરણ્ય' રાજાએ પણ પોતાના પુત્ર શ્રી દશરથને રાજ્ય આપીને પોતે વ્રત અંગીકાર ક્યું.
આ ઉપરથી કલ્યાણના અર્થી આત્માઓ જોઈ શકે છે કે પ્રભુમાર્ગને પામેલા આત્માઓમાં પૂજ્યો પ્રત્યેની ભક્તિ, સમાનધર્મી