________________
b-leld àpdpi pe beè
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૧૩૬
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસારિણી નિઃસ્પૃહતામાં છે અને એ નિઃસ્પૃહતામાં જસાચી શાસનની પ્રભાવના છે. ‘ગમે તેવા ગૃહસ્થ સમક્ષ અર્થ કામને ઉત્તેજન આપતી કથા કરવી, અગર તે જ બાબતોની ખબર-અંતર પૂછવી, એ મુતિધર્મમાં અવિહિત વસ્તુ છે.' એ પણ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે. આવા મહામુનિવરો શાસનની જે પ્રભાવના કરી શકે છે, તે પ્રભુની આજ્ઞા વેગળી મૂકી યથેચ્છ રીતે વર્તનારા કદી જ કરી શકતા નથી. ગૃહસ્થો સાથે ધર્મકારણ સિવાય પરિચય ન કરવાની શાસ્ત્રાજ્ઞામાં જેવું-તેવું રહસ્ય નથી. એ શાસ્ત્રાજ્ઞાને જીવનમાં ઉતારનારા મહામુનિવરો ગમે તેવા પણ ગૃહસ્થને, તેની કોઈપણ લપ-છપને આધીન નહિ થતાં, તેને ‘ધર્મલાભ’નું જ પ્રદાન કરવા ઇચ્છે છે. અને ‘ધર્મલાભ’ના જ અર્થી આત્માઓ શ્રી જિનેશ્વરદેવના મુનિવરો પાસેથી સાચો લાભ ઉઠાવી શકે છે. શ્રી રાવણનો પ્રશ્ન અને મુનિવરતો પ્રત્યુત્તર કલ્યાણની માતા સમાન ‘ધર્મલાભ’ રૂપ આશિષ સાંભળીને અંજલિ યોજવાપૂર્વક શ્રી રાવણે પધારેલા તે મુનિવરને પધારવાનું કારણ પૂછ્યું અને પુછાયેલા તે મુનિશ્રેષ્ઠે સુંદર વાણી દ્વારા કહેવા માંડ્યું
કે
::
" शतबाहुरहं नाम्ना, माहिष्मत्यां नृपोऽभवम् । વવાસાહિતો મીત, શાર્કુનઃ પાવહિવ }}}' "सहस्त्रकिरणे राज्य मारोप्य निजनन्दने । मोक्षाध्वस्यन्दनप्राय મહં વ્રતમશિશ્રિયમ્ ''
‘માહિષ્મતિ’ નામની નગરીમાં હું ‘શતબાહુ` નામનો રાજા હતો. અગ્નિથી જેમ સિંહ ભય પામે, તેમ આ સંસારવાસથી ભય પામેલા મેં ‘સહસ્ત્રકિરણ' નામના મારા પુત્ર ઉપર રાજ્યને આરોપીને મોક્ષમાર્ગમાં રથ સમાન વ્રતનો સ્વીકાર ર્યો, એટલે કે મારા પુત્રને રાજ્ય સોંપીને મેં દીક્ષા અંગીકાર કરી.'
-