________________
માફક જમીન ઉપર બેસાડી દે છે. જે આત્મામાં સમ્યગ્દર્શનનો આવિર્ભાવ થયો છે, તે આત્મા પોતાની ગમે તેવી સ્થિતિમાં પણ પોતાને શ્રી જિનેશ્વરદેવનો, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વિચરતાં મુનિવરોનો અને શ્રી જિનેશ્વરદેવના શાસનનો એક ક્ષુદ્રમાં ક્ષુદ્ર દાસ જેવો જ માને છે. તેવા આત્માના હદયમાં શ્રી ક્લેિશ્વરદેવો પ્રત્યે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા મુનિવરો પ્રત્યે અને પ્રભુના પરમતારક શાસન પ્રત્યે ભક્તિરસના પ્રવાહો અખ્ખલિતપણે વહેતા જ હોય છે.
શ્રી રાવણ જેવો રાજવી, પોતાની સઘળી સત્તા અને સાહાબીને દૂર રાખી, એક બાળકની જેમ મુનિવરની સામે દોડી જાય.ધૂળમાં આળોટી જાય અને જમીન ઉપર બેસી જાય એ સમ્યગ્દષ્ટિ થવાની ઇચ્છાવાળા આત્માઓ માટે જેવો-તેવો અનુકરણીય બનાવ નથી. પ્રભુ આજ્ઞામાં વિચરતાં મુનિવરના દર્શન માત્રથી મયૂરની જેમ નાચી ઊઠવું, ભર સભામાંથી સિંહાસન અને મણિમય પાદુકા છોડી સામે દોડી જવું, એ તારકના ચરણમાં ઝૂકી પડવું અને જમીન ઉપર બેસી જવું, એ સમ્યગ્દર્શનનો સાચો સાક્ષાત્કાર છે. સમ્યગ્દષ્ટિ આત્મા તે જ છે, કે જે આત્માને સંયમધરના દર્શનથી પરમ ઉલ્લાસ પેદા થાય. મહારાજા શ્રી રાવણનું સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનને નિર્મળ બનાવનારી તેમની સઘળી ક્રિયાઓ, ખરે, જ જીવનમાં ઉતારવા જેવી છે.
‘શ્રી શતબાહુ નામના મુનિવર પણ આવી રીતે ચરણમાં આળોટતા પરમભક્ત અને મોટી ઋદ્ધિમાં મહાલતા મહારાજા શ્રી રાવણને બીજું કાંઈ પણ ન કહેતા, કેવળ કલ્યાણની માતા સમાન ‘ધર્મલાભ' રૂપ આશિષ જ આપે છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન અને તેની શૈલી જ કોઈ અજબ છે. શ્રી જિનશાસનની સાચી સાધુતા
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
C
.
૧ ૩પ રાક્ષવેશ
અને વાનરવંશ
*અને વાનરવંશ
તિ