________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ -
૧૨૬
- - હરણની ખાણ મૂંઝાયેલું છે. એના ફંદામાંથી કોઈ બચે એ જ આશ્ચર્ય છે, બાકી ફસે તેમાં તો કશું જ આશ્ચર્ય નથી. આથી જ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ચોથા પાપસ્થાનકની સઝાયની શરૂઆતમાં જ ફરમાવે છે કે -
“પાપસ્થાનક ચોથું વરજી એ, પાપ મૂલ અખંભ; જગ સહુ મૂંઝયું છે એહમાં, છંડે એહ અચંભ. ૧.”
દિગ્યાત્રા માટે પ્રયાણ આ બાજુએ પૂર્વગિરિના તટમાંથી જેમ સૂર્ય નીકળે, તેમ દિયાત્રા માટે શ્રી રાવણ લંકાનગરીમાંથી નીકળ્યા. બીજા દ્વીપોમાં નિવાસ કરતા વિદ્યાધરોને અને નરેદ્રોને વશ કરીને શ્રી રાવણ ‘પાતાલલંકા' નામની નગરીમાં ગયા. ત્યાં પોતાની ભગિનીના પતિ અને મૃદુભાષી ખર’ નામના વિદ્યાધરે ભટણાં આપવાપૂર્વક સેવકની માફક શ્રી રાવણની અતિશય પૂજા કરી. ‘ઇંદ્ર રાજાને જીતવાની ઇચ્છાથી ચૌદ હજાર વિદ્યાધરોથી પરિવરેલો “ખર’ પણ શ્રી રાવણની સાથે ચાલ્યો. ત્યારપછી અગ્નિ જેમ વાયુની પાછળ જાય, તેમ પોતાની સેના સાથે “શ્રી સુગ્રીવ' રાજા પણ પરાક્રમી રાક્ષસપતિ શ્રી રાવણની પાછળ ચાલ્યા. આ રીતે અનેક સેવાઓથી આકાશ અને પૃથ્વીના મધ્યભાગને ઢાંકી દેતા શ્રી રાવણે ઉત્ક્રાંત થયેલા સાગરની જેમ અખ્ખલિત ગતિથી પ્રયાણ કરવા માંડ્યું. પ્રયાણ કરતા શ્રી રાવણે માર્ગમાં વિંધ્યાચલ' પર્વત ઉપરથી ઊતરતી રેવા' નામની નદી જોઈ. તે નદી, ચેષ્ટાઓ દ્વારા ચતુર કામિની જેવી લાગતી હતી. જેમ ચતુર કામિની, કટિમેખલાથી વિભૂષિત, વિશાળ નિતંબ ભાગથી સુશોભિત, કેશોને ધારણ કરનારી અને કટાક્ષોને મૂકનારી હોય છે, તેમ આ “રેવા' નદી પણ શબ્દ કરતા હંસોની શ્રેણિઓ દ્વારા કટિમેખલાથી ભૂષિત, વિશાળ પુલિનની પૃથ્વીરૂપ નિતંબભાગે કરીને શોભતી, અતિ ચપળ તરંગોથી કેશોને