________________
જેથી તેના દ્વારા દોષોનો પશ્ચાત્તાપ નીતરે અને શ્રી અરિહંતદેવના ગુણોનું વર્ણન ઝરે. આ રીતે આત્મા દોષથી પાછો ફરે, એટલે બહાર ગયા પછી વિષય કષાયમાં પહેલાંની માફક રાચે નહિ. હૃદયના ઉમળકાપૂર્વકની ખરી ભક્તિ તો ખરેખર, મનુષ્ય જ કરી શકે છે. દેવતા વિષય કષાયને આધીન તેમજ તેવી સામગ્રીથી ઘેરાયેલા, એથી ઊંચી કોટિની માનવી જેવી ભક્તિ કરી શકે, તેવી ભક્તિ દેવો પણ કરી શકતા નથી. શ્રી અરિહંતદેવનાં કલ્યાણકો ઊજવવા આવે, તો પણ મૂળરૂપે તો નહિ પણ ઉત્તરરૂપે જ આવે. બધી સામગ્રીથી અલગ થઈને વાસ્તવિક ‘તિસીહિ’થી જેવી ભક્તિ મનુષ્ય કરી શકે છે, તેવી દેવતા કરી શકતા નથી, માટે દેવતા ધર્મી એવા મનુષ્યને નમસ્કાર કરે છે.
ગાય તો બધા, પણ જગાયનમાં હૈયાનો રસ હોય તે ઓર ખીલે, ભલે કંઠમાં મધુરતા ન પણ હોય ! હૃદયની ભક્તિના શબ્દેશબ્દમાં વૈરાગ્ય રસ ટપકે છે. ભક્તિ કરતાં વૈરાગ્યનો રસ કેમ ન ટપકે ? અપૂર્વ આરાધનાઓના યોગે જે આત્માઓ ‘તીર્થંકરદેવ’ તરીકે જન્મી, અપૂર્વ દાન દઈ, અપૂર્વ નિગ્રંથતા મેળવી, ઘોર તપશ્ચર્યાઓ તપી અને અનેક ભયંકર ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગે પણ પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર રહી, કેવળજ્ઞાન ઉપાર્જી મુક્તિપદે પહોંચ્યા, તે આત્માઓની સામે બેસી ભક્તિભર હૃદયે સ્તવના કરતાં, આત્મામાં કેવી-કેવી ઊર્મિઓ ઊછળવી જોઈએ, એ વિચારો !
દુનિયાદારીમાં જરા તપાસો કે ગરજ હોય ત્યાં વિનય કે ભક્તિ કરતાં શું થાય છે ? દુનિયાના અનુભવનો ઉપયોગ કરતાં અહીં શીખો તો કામ થઈ જાય. ગુણ તો છે, શીખવવા પડે તેમ નથી, પણ જે પૂર પશ્ચિમમાં વળે છે, એને પૂર્વમાં વાળો. તમારામાં ગુણ, આવડત, શક્તિ બધુંય છે, પણ તે બધું આ તરફ વાળવાની જરૂર છે. ઇચ્છા છે ? વાળનારા મળે એવી ભાવના છે ? કોઈ વાળે તો આનંદ થાય કે નહિ ?
૧૨૧
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪