________________
શ્રી રાવણની નિરાકાંક્ષતા ધરણે જે કહયું કે હે રાવણ ! ભાવનારૂપ અહંન્તગુણમય તારી સ્તુતિ તથા ભક્તિ જોઈ સંતુષ્ટ થયો છું. માટે મારે તને કંઈ આપવું છે, તો માંગો તે આપું. જોકે ભગવાનની સ્તુતિનું ફળ તો મોક્ષ છે, અને એ આપવાની મારી તાકાત નથી, પણ હું દેવતા છું માટે માંગો તે આપું.”
શ્રી ધરણેન્દ્ર પોતાની તુષ્ટમાનતા બતાવી ઇચ્છિત માગવાનું કહ્યું, તેના ઉત્તરમાં શ્રી રાવણ કહે છે કે -
રાવળોથમ્યઘવું, હેવહેવગુણસ્તવૈઃ युक्तं तुष्टोऽसि नागेन्द्र ! स्वामिभक्ति हि सा तव ॥१॥"
“હે નાગેન્દ્ર ! દેવોના પણ દેવના ગુણોની સ્તુતિઓથી આપ તુષ્ટમાન થયા છો તે યુક્ત છે, કારણકે તે આપની સ્વામી ભક્તિ છે."
વાત પણ સાચી છે કે ભક્તિ વિના બીજું એકપણ કારણ શ્રી ધરણેન્દ્રને તુષ્ટમાન થવાનું નથી. શ્રી ધરણેન્દ્ર પાસે કાંઈ ભક્તિ કરવામાં ઉપકરણો કેમ નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓ જરૂર શ્રી જિનેશ્વરદેવોની સ્તવનાઓના શ્રવણથી આનંદ પામે જ એ જ કારણે શ્રી રાવણ કહે છે કે ‘દેવાધિદેવની સ્તવનાથી આપ ખુશ થાવ, એ આપના જેવા માટે યોગ્ય છે, કારણકે તે ખુશી એ આપની ભક્તિ સૂચવે છે. પણ
यथा तव ढदानस्य, स्वामिभक्तिः प्रकृष्यते । तथा ममावदानस्य, सा काममपकृष्यते ॥२१॥
‘જેમ વરદાન આપતા આપની ભક્તિ વૃદ્ધિ પામે છે, તેમ તેનો સ્વીકાર કરતાં મારી ભક્તિ અતિશય હીનતાને પામે છે.'
સમજાય છે કે આ પ્રસંગે પુદ્ગલાનંદી આત્માઓની ભક્તિ હીનતાને પામી જાય છે ! પુદ્ગલની લાલસાઓમાં સડતા આત્માઓ સાચી ભક્તિ કરી શકતા જ નથી. કારણકે એ આત્માઓને ભક્તિનો ઉત્કર્ષ શામાં છે અને અપકર્ષ શામાં છે, એની
શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૧૧૯ રાક્ષશવંશ
અને વાનરવંશ