________________
જૈન રામાયણ
૧ ૧ ૮
રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
તે પણ ભલા માટે, કેમકે તેમના આગમનને પણ પચાવવાની તાકાત જોઈએ.
શ્રી ધરણેન્દ્ર જેવા માંગવાનો આગ્રહ કરે છે, અને શ્રી રાવણ, કે જે પ્રાય: ભોગજીવનમાં જ રક્ત છે, તેને માંગવાનું કહેવાય છે. તે છતાં ભક્તિના યોગે તુષ્ટમાન થઈને માંગવાનું કહેનાર શ્રી ધરણેન્દ્રને શ્રી રાવણ શું કહે છે તે જ જોવાનું છે. ખરેખર, સમ્યગ્દષ્ટિ આત્માઓની વાતો પણ આનંદને આપવા સાથે વસ્તુતત્ત્વનું ભાન કરાવનારી જ હોય છે. શ્રી ધરણેન્દ્ર અને શ્રી રાવણનો વાર્તાલાપ પણ એવો જ છે.
આપણે જોયું કે રત્નાવલીને પરણવા જતા શ્રી રાવણ, શ્રી વાલીમુનીશ્વરના સંસર્ગથી એ વાતને ભૂલી ગયા અને અષ્ટાપદગિરિ ઉપરના ચૈત્યમાં પ્રભુની પૂજાભક્તિ કરવા ગયા. શ્રી વાલીમુનીશ્વરના સંસર્ગનું આ ફળ છે. શાસ્ત્ર કહે છે કે વિષય કષાયની વાસના વધે તે વખતે શમાવનાર મળે, તો એ વાસના આત્માને એકદમ ઉન્માર્ગે નથી લઈ જતી પણ શમાવનારને બદલે સીંચનાર મળે, તો એ વાસના આત્માને કયાં લઈ જાય એનો પત્તો નહિ. આપણે જોઈ ગયા કે શ્રી રાવણ પ્રભુ પાસે ભક્તિ કરે છે. પોતે વીણા વગાડે છે, શ્રીમતી મંદોદરીરાણી સ્તુતિ કરે છે, અને અંગમાંથી સ્નાયુ કાઢીને પણ રાવણ ભક્તિમાં ત્રુટિ પડવા નથી દેતા. આ ભક્તિ કોને આવે ? ભક્તિના ધ્યેય તરફ આત્મા અભિમુખ થાય તેને ! આપણે એ પણ જોઈ ગયા કે નાગકુમાર ધરણંદ્ર આવ્યા છે, ભક્તિ જોઈ તુષ્ટ થયા છે અને શ્રી રાવણને વરદાન માંગવાનું એમણે કહ્યું છે.
ધરણેન્દ્ર વિચારે છે કે “એક મનુષ્યનો આત્મા આવી એકતાનતાપૂર્વક અહાની ભક્તિ કરે છે. માટે જરૂર મારે એવી ભક્તિ કરવી જોઈએ.’ ‘ઘસનો ઘસ હું આ પ્રમાણે તો તમે રોજ કહો છો, પણ તે મોંઢેથી છે કે હૈયેથી છે?