________________
ખરેખર, જો એક મુક્તિના જ ઈરાદે નિર્મળચિત્તે શ્રી અરિહંતદેવોના ગુણોનું ગાન થઈ જાય, તો આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી, કે જે તે પુણ્યાત્માની સેવામાં હાજર ન થાય. જો કે એવા પુણ્યાત્માને તો વિશ્વના કોઈપણ પદાર્થની વસ્તુતઃ ઈચ્છા જ નથી હોતી, તોપણ તેના પુણ્યબળે વિશ્વની સઘળીજ ઉત્તમ વસ્તુઓ, વગર માગ્યું પણ તેની પાસે આવી જ પડે છે શ્રી રાવણે કંઈ શ્રી ધરણેને તુષ્ટમાન કરવાનો પ્રયત્ન કર્યો ન હતો, પણ પ્રભુગુણોની સ્તુતિના પ્રતાપે તે આપોઆપ જ તુષ્ટમાન થયા હતા અને વગર માગ્યે જ કહેવા લાગ્યા કે
“માંગો, માંગો તમે માંગો તે આપું ! પ્રભુના સેવકની સેવા કરવાનું મન ઈંદ્રોને પણ થઈ આવે છે અને થઈ આવે એમાં આશ્ચર્ય પણ શું? સ્વામીના સાચા સેવકને સ્વામીના સાચા સેવક પ્રત્યે પ્રેમ અને ભક્તિ કરવાની ભાવના ઉત્પન્ન થયા વિના રહેતી જ નથી. ખરી વાત છે કે
જેના હૃદયમાં પોતાના સાચા સાધર્મિક પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થતો નથી અને ભક્તિ કરવાની ભાવના જાગૃત થતી નથી, તે સ્વામીનો સાચો સેવક પણ નથી. સ્વામીના સાચા સેવકને પોતાના સ્વામીના સાચા સેવક પ્રત્યે પ્રેમ કે ભક્તિ કરવાની ભાવના ઉત્પન્ન થયા વિના રહે જ કેમ? સાચા સમ્યગ્દષ્ટિ આત્માને પોતાના સાધર્મિક પ્રત્યે, એટલે કે શ્રી જિનેશ્વરદેવના સાચા પૂજક પ્રત્યે પ્રેમ અને ભક્તિ કરવાની ભાવના જાગૃત થવી જ જોઈએ.
જેમ શ્રી રાવણને માંગણી કરવાનું શ્રી ધરણેન્દ્ર કહતું. તેમ જો કોઈ સંસારના પિપાસુને કહે, તો તે ભક્તિના મુખ્ય ફળનો નાશ કર્યા વિના રહે ખરો કે ? નહિ જ. જો કે એવા સંસારરસિકો પાસે દેવો આવતા જ નથી, કેમ કે દેવો પણ ત્રણ જ્ઞાનના ધણી હોય છે અને જો કદાચ આવી જાય, તો તો એનું મગજ ગુમ જ થઈ જાય. અત્યારે દેવતા નથી આવતા
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
૧૧૭ રાક્ષશવંશ
અને વાનરવંશ