________________
રક્ત બનેલા આત્માઓને તો દેવોની ભક્તિની ઇચ્છા સરખી પણ નથી હોતી. તેઓ તો એક જ ઈચ્છામાં રક્ત હોય છે કે ક્યારે આત્મા આ કર્મબંધનોથી છુટે અને મુક્તિપદને પામે. મુક્તિમાર્ગની આરાધના માટે જેઓએ પોતાના ત્રણે યોગોને સમર્પી દીધા છે, તેઓની સેવા માટે તો દેવો તલસ્યા જ કરે છે અને એથી જ એક પૂજાકાર કવિ પણ ફરમાવે છે કે “વિરતિને પ્રણામ કરીને ઈંદ્ર સભામાં બેસે.”
ભક્તિયોગ : રાવણ અને ધરણેન્દ્ર રાવણે જે ઉભય તીર્થની આશાતના આરંભી હતી, તેમાંના એક જંગમતીર્થરૂપ શ્રી વાલી મુનીશ્વરની તો હદયપૂર્વક ક્ષમાપના માગી અને પ્રદક્ષિણા તથા નમસ્કારરૂપ ભક્તિ કરી અને તે પછી વારંવાર શ્રી વાલી મુનીશ્વરને પ્રણામ કરીને શ્રી અષ્ટાપદ પર્વત ઉપર મુકુટની છે ઉપમા જેને એવા અને શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ પુત્ર ભરતેશ્વર શ્રી ભરત મહારાજાએ નિર્માણ કરેલા, શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં શ્રી રાવણ પોતાના અંત:પુરની સાથે ગયા. અત્યારે શ્રી વાલી મુનીશ્વરના યોગે રત્નાવલીને પરણવાની વાત પણ ઢીલમાં પડી છે. મંદિરમાં જ્યાં વિધિ છે કે - રાજાઓ હથિયાર વિગેરે બહાર મૂકે, રાજમુકુટ પણ ન રાખે એક પણ રાજચિહ્ન ન રાખે એ સમજે કે ત્રણ જગતના નાથ પાસે અમે રાજા નથી, ત્યાં અમારું રાજચિહ્ન હોઈ ન શકે ! શ્રી રાવણે પણ ચંદ્રહાસાદિ શસ્ત્રોને મૂકીને પોતાના અંત:પુરની સાથે પોતાની જાતે શ્રી રાવણે શ્રી ઋષભદેવસ્વામી આદિ ચોવીસે શ્રી જિનેશ્વરદેવોની અષ્ટપ્રકારી પૂજા કરી. ત્યાં તો મૂતિઓ ભગવાનના વર્ણ પ્રમાણે જ છે જે ભગવાનનો જે વર્ણ તે જ વર્ણની અને જેટલી ઊંચાઈ તેટલી જ ઊંચી, વિગેરે વિગેરે સ્વરૂપવાળી મૂર્તિઓ ત્યાં છે. દ્રવ્યપૂજા કર્યા પછી મહાસાહસિક શ્રી રાવણે ભક્તિપૂર્વક સ્નાયુને ખેચીને અને તંત્રીને પ્રમાને ‘ભજવીણા' વગાડવા માંડી. હવે જે વખતે શ્રી રાવણ ગ્રામરાગથી મનોહર વીણા
શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૧૧૫ રાક્ષશવંશ
અને વાનરવંશ