________________
તેમ કરવાથી “જ્ઞાતિમત્તેજમઘેટું, મવંતાત્મનોડલ ઘ ?
शैलवल्मीकयोर्यादृग, यादृग्गरुडभासयोः १४॥" ‘આજે આ મારા જાણવામાં આવ્યું કે પર્વત અને રાફડાની વચ્ચે અને ગરુડ તથા ગીધપક્ષીની વચમાં જેટલું અંતર છે, તેટલું અંતર આપની અને મારી વચ્ચે છે."
તદ્દન સાચી વાત છે કે "ढत्ता प्राणास्त्वया स्वामिन् ! मृत्युकोटिंगतस्य मे । अपकारिणि यस्येयं, मतिस्तस्मै नमोऽस्तु ते ॥७॥"
હે સ્વામિન્ ! મૃત્યુની અણી ઉપર ગયેલા એવા મને આપે પ્રાણો આપ્યા છે. ખરેખર, જે માત્માની અપારી ઉપર પણ આવી મતિ છે, તેવા આપને મારા નમસ્કર હો !'
આ પ્રમાણે દઢભક્તિથી કહીને, ખમાવીને અને ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રી રાવણે મુનીશ્વરને નમસ્કાર કર્યો.
લઘુતા અને સરળતાનું અપૂર્વ ઉદાહરણ ‘આવેશ ઊતરી ગયા પછી અને સત્યનો ખ્યાલ આવી ગયા પછી, ઉત્તમ આત્માઓમાં કેટલી લઘુતા અને કેવી સરળતાનો સાક્ષાત્કાર થાય છે' એ આ ઉપરથી જોઈ શકાય તેમ છે. લઘુતા અને સરળતાનું આ પણ એક અપૂર્વ ઉદહરણ છે. હિત માટે લોહી વમતા કરી નાખનારની સમક્ષ પણ નમી પડવું, એ જેવી તેવી લઘુતા નથી. શ્રી રાવણે આ સ્થળે લઘુતા પણ અજબ દર્શાવી અને સરળતા પણ અજબ દર્શાવી. એ બે અદ્ભુત ગુણોના યોગે પોતાની એક-એક ભૂલનો ખુલ્લો એકરાર અને શ્રી વાલિ મુનિશ્વરની મહત્તાનો સ્વીકાર, તે ત્રણ ખંડના સ્વામી શ્રી રાવણે ખુલ્લા દિલથી કર્યો અને એક બાળકની જેમ તે પરમ ઉપકારી મુનિશ્વરના ચરણમાં ઢળી પડતાં કે પોતાની જાતને ગમે તેવી અધમ તરીકે જાહેર કરતાં પણ આંચકો ન ખાધો.
'શ્રી રાવણ અને ધર્મભાવ....૪
:
૧૧૩ રાક્ષશવંશ
અને વાનરવંશ