________________
જૈન રામાયણઃ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
છે જોહરણની ખાણ ૧૧૨ જો કોઈ હીનકર્મી આત્માને કરવામાં આવી હોય, તો તે છૂટવાની સાથે જ ત્યાંથી ભાગે અને તે પરમ ઉપકારીની થાય તેટલી નિંદા કરવામાં અને પોતાની બડાઈ હાંકવામાં બાકી ન રાખે ! આ વાતનો આજે સાક્ષાત્ અનુભવ કરાવે તેવા આત્માઓની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. પામરો પોતાની જાતને છાજતું બધું જ કરી છૂટે છે. એવાઓને દૂર રાખી આપણે તો આ પુણ્યપુરુષ શ્રી રાવણની દશાને જ જુઓ અને વિચારો. પરમ પુણ્યશાળી શ્રી રાવણ તો પોતાની અયોગ્ય કાર્યવાહીથી પ્રતાપહીન થઈ ગયા અને પશ્ચાત્તાપથી પૂર્ણ હૃદયવાળા થઈ ગયા. પશ્ચાત્તાપપૂર્ણ હદયવાળા બનેલા તે પોતાને ભયંકર શિક્ષા કરનાર એવા પણ શ્રી વાલી મુનિશ્વર પાસે આવીને હાથ જોડીને કહેવા લાગ્યા કે
મૂયો મૂયો.વરઘાનાં, dૌંડä ત્વયિ જિગ્ન ? સ્કૃવત્ત્વ સોઢા, મહાત્મન્ ! શામિનહિ ???”
“હે મહાત્મન્ ! નિર્લજ્જ એવો હું તો ફરી-ફરીને આપને વિષે અપરાધોનો જ કરનાર છું અને અધિક દયાવાળા આપ શક્તિમાન હોવા છતાં પણ મારા તે-તે અપરાધોને સહન કરનાર છો.”
હવે –
“मन्ये मयि कृपां कृर्वदुर्वीप्रागत्यजः प्रभो ! ન સ્વસામર્થતસ્તત્ તં, નસિપમહેપુરા ૪૨”
હે પ્રભો ! હું માનું છું કે - મારા ઉપર ઉપકાર કરવાની ખાતર જ આપે પ્રથમ પૃથ્વીનો ત્યાગ કર્યો હતો, પણ અસામર્થ્યથી નહિ, આ વાત હું પહેલા ન સમજી શક્યો.”
ખરેખર, “મનાથ તેનેણં, સ્વશાસ્તોતતા ગયા ? अद्विपर्यसने यनं, कलभेनेव कुर्वता ११३॥"
હે નાથ ! તે જ કારણે હાથીના બચ્ચાની માફક પર્વતને ચારે તરફ ફેંકવાનો યત્ન કરતા મેં અજ્ઞાનતાથી આ મારી પોતાની શક્તિનું માપ કર્યું.