________________
જૈન રામાયણ ૧ ૧૪
રજોહરણની ખાણ
-le)
'રાક્ષસવંશ અને વાનરવંશ
ખરેખર, કલ્યાણના અર્થી આત્માઓ માટે આ ગુણો ખાસ અંગીકાર કરવા યોગ્ય છે. સત્ય સમજાઈ ગયા પછી અને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયા પછી, ખોટી મહત્તા ટકાવી રાખવા માટે ઉલટી-ઉલટી પ્રવૃત્તિઓ કરવી, એ ઈરાદાપૂર્વક પોતાના આ અમૂલ્ય જીવનનો પોતાના જ હસ્તે નાશ કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. એવા કૂટ પ્રયત્નો કરનારા, ખરેખર ઉપકાર માટે પણ અયોગ્ય જ ગણાય છે. એવા દુરાગ્રહીઓ ઉપર ઉપકાર કરવાની ઉપકારી આત્માઓની આશા પણ વ્યર્થ જ થાય છે. ખરેખર, તમે વિચારશો તો સમજી શકશો કે શ્રી રાવણે પોતાને લોહી વમતા બનાવનાર મુનિવરને ચરણે નમી પડવામાં અને પોતાની એકે-એક ભૂલને કબૂલ કરી લેવામાં કમાલ જ કરી છે. આવી યોગ્યતાવાળા આત્માઓની જ ગણના ઉત્તમ આત્માઓ તરીકે થઈ શકે છે. આવા આત્માઓ પરિમિત સમયમાં સંસાર-સાગરને લંઘી જાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. ભવભીરુ આત્માઓએ આવા ગુણમય જીવનનું અનુકરણ ખાસ કરવા જેવું છે. મહાપુરુષોના જીવનમાંથી આવી-આવી વસ્તુઓ જ અંગીકાર કરવાની હોય છે.
દેવો સેવક છે, પણ કોના ? શ્રી વાલી મુનિશ્વરે રાગદ્વેષ વિના પણ, શ્રી રાવણને ભયંકર પાપ કરતાં બચાવી લેવા માટે અને તીર્થની તથા પ્રાણીઓની રક્ષા માટે, મહાપુરુષને સહજ એવો પ્રયત્ન કરી જે માહાસ્ય દર્શાવ્યું. તેનાથી આનંદિત થયેલા અને સારું-સારું' એ પ્રમાણે બોલતા એવા દેવતાઓએ શ્રી વાલી મુનિશ્વરની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. આથી સમજી શકાશે કે દેવો સેવક ખરા, પણ કોના ? દેવો જરૂર સાચા ગુણવાનોની ભક્તિ કરવા તૈયાર જ હોય છે, બાકી ગુણો વિના દેવોની ભક્તિને ઈચ્છનારા કદી જ દેવોની ભક્તિ પામી શકતા જ નથી. પ્રભુ શાસનમાં