________________
જૈન રામાયણઃ ,
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ ૯૬ શ્રી રાવણ પણ શ્રાવક છે, એટલે શ્રી વાલીથી બોધ પમાડાયેલા અને ધર્મના જાણકાર એવા શ્રી રાવણે પણ એ વાત કબૂલ કરી અને સૈન્યના યુદ્ધને બંધ કર્યું.
ઉચ્ચ મનોદશાનો નમૂનો શ્રી રાવણ અને શ્રી વાલી વચ્ચે સંગ્રામ શરૂ થયો. પંચેદ્રિય જીવોની કતલ જોઈ, શ્રી જિનેશ્વરદેવના વચનમાં સંપૂર્ણ આસ્તિક્ય ધરાવનાર શ્રી વાલીના હૃદયમાં વિવેકપૂર્ણ અનુકંપાનો આવિર્ભાવ થયો. સમ્યત્ત્વનાં પાંચ લક્ષણોમાં પ્રધાનતા ઉપશમની છે અને પ્રાપ્તિ આસ્તિકયની છે, એટલે કે પ્રધાનતાની દૃષ્ટિએ ઉપશમ પ્રથમ અને પ્રાપ્તિની દૃષ્ટિએ આસ્તિક્ય પ્રથમ. જેમ-જેમ આસ્તિક્ય વધે તેમ-તેમ
અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમનો આવિર્ભાવ વધુ થતો જાય. | સાચું આસ્તિક્ય ન હોત, તો અનુકંપાનો સંભવ બહુ જ કમ હતો,
જીવના વાસ્તવિક સ્વરૂપનું ભાન ન હોય, તો આવા ભયંકર પ્રસંગે અનુકંપા આવે શી રીતે ?
શ્રી જિનેશ્વરદેવના વચનમાં આસ્તિતા ધરાવનાર આત્માઓની દશા કેવી હોય છે અને કેવી હોવી જોઈએ, એ વાત આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. આવા ભયંકર પ્રસંગે પણ જેનું હૃદય પારકાની પીડાથી કંપી ઊઠે, એ જેવી-તેવી ઉચ્ચ દશા નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓની શુદ્ધ દૃષ્ટિનો સાક્ષાત્કાર આવા-આવા પ્રસંગોએ જ થઈ શકે છે. જેઓ સુધારા, ઉન્નતિ, પરમાર્થ અને પરોપકાર આદિના નામે પાપથી બેદરકાર બન્યા છે અને વાત-વાતમાં જ્ઞાની પુરુષો તરફથી અપાતી ચેતવણીનો તિરસ્કાર કરવા જેવી કનિષ્ટ દશાએ પહોંચી ચૂક્યા છે, તેઓએ શ્રી વાલીમહારાજાની આ મનોદશા ખાસ વિચારવા જેવી છે. ‘શબ્દના આડંબરથી કર્મ સત્તા છોડી નહિ દે' આ વાત તેઓએ