________________
જૈન રામાયણઃ ,
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
છે કે રજોહરણની ખાણ ખાસ વિચારવાનું તો એ છે કે આ તે યુદ્ધભૂમિ છે કે વ્યાખ્યાન ભૂમિ ? ખરેખર, શ્રી વાલીમહારાજા યુદ્ધભૂમિને પણ વ્યાખ્યાનભૂમિ બનાવી રહી છે ! આવી જ રીતે સંસારની અસારતા સમજાય, તો ઘર પણ ઉપાશ્રય બની જાય. વસ્તુનું જ્ઞાન થાય તો પેઢીઓ પણ પાઠશાળાનું રૂપક લે. અરે, શ્રાવક એવો થાય કે એની પેઢીએ જનારને વેપાર થાય કે ન થાય, પણ બે ચાર સારી વાત કહી વિના તો રહે જ નહિ પણ પેઢી એ પાઠશાળા બને ક્યારે ? સમ્યગ્દર્શન આવે ત્યારે ! એ સમ્યગ્દર્શન લાવવા સંસારની અસારતા સમજ્યા વિના છૂટકો જ નથી. સંસારની અસારતા સમજાય, તો દુનિયાનાં અનીતિ-પ્રપંચાદિ આપોઆપ દૂર થાય. શ્રી વાલીમહારાજા કાંઈ નિર્બળ નથી. ધારે તો એક ક્ષણવારમાં સમ્રાટું બની શકે તેવા છે. જો શ્રી વાલીમહારાજાનું સમ્યગ્દર્શન પોલું હોત, તો એ
યુદ્ધભૂમિ વ્યાખ્યાનભુમિ ન જ બનત ! પણ શ્રી વાલી કાંઈ શ્રી રાવણનું 3 રાજ્ય ઝૂંટવી લેવા નહોતા આવ્યા રાજ્ય જીતવા માટે યુદ્ધ કરવા નહોતા
આવ્યા, પણ કાંઈક જુદું જ બતાવવા આવ્યા છે. એટલે અહીં પરિણામ સુંદર જ આવવાનું છે અને આવે એમાં આશ્ચર્ય પણ નથી.
સમ્યગ્દર્શનના સુપ્રભાવે કૃતજ્ઞતાના સ્વરૂપને જાણનાર શ્રી વાલી મહારાજા માનરૂપી શત્રુનો તિરસ્કાર કર્યા પછી કહે છે કે
"पूर्वोपकारान् स्मरता, मया मुक्तोऽसि संप्रति । ढत्तं च पृथिवीराज्य-मखंडानः प्रशाधि तत् ११३॥"
‘પૂર્વના ઉપકારને યાદ કરતો એવો હું તમને હવે છોડી દઉં છું અને આ પૃથ્વીનું રાજ્ય તમને આપી દઉં છું. માટે અખંડ આજ્ઞાવાળા તમે પૃથ્વીના રાજ્યનું પાલન કરો. બાકી
“વિનrsી મયિ સતિ, તવેયં પૃથ્વી કૃતઃ ? વવું ઢસ્તિનામવસ્થાન, વને સહનિવેવિતે ર૪ ”
વિજયની ઇચ્છાવાળા એવા મારી હયાતીમાં તમારી પાસે આ પૃથ્વી ક્યાંથી હોય ? કારણકે સિંહથી સેવિત વનમાં હસ્તિઓનું અવસ્થાન ક્યાંથી ' હોય ?'