________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
ધીરતા વિનાની વીરતા મોટેભાગે હાનિ કરે છે. ધીરતા વિનાના વીરો ઘણી વખત નખ્ખોદ વાળે.
કહેવત છે કે વિવાહની વરશી કરે. મહાવ્રતધર મુનિવરોને પાલનમાં ધીર કહ્યા, પણ વીર ન કહ્યા કારણકે ધીર હોય તે વીર તો હોય જ. શ્રી રાવણે સર્પાસ્ત્ર અને વરુણાસ્ત્ર વિગેરે મંત્રાસ્ત્રો મૂક્યાં અને પરાક્રમી વાલીએ એ અસ્ત્રોને ગરુડાસ્ત્ર વિગેરે અસ્ત્રોથી હણી નાખ્યાં. તે પછી શસ્ત્ર અને મંત્રામંત્રોની નિષ્ફળતાથી કોપાયમાન થયેલા શ્રી રાવણે છ ઉપવાસની તપશ્ચર્યાથી સાધી લીધેલું ચંદ્રહાસ નામનું મહાસર્પ જેવું ભયંકર ખડ્ગ લીધું અને ખડ્ગરત્નવાળા શ્રી રાવણ, એક શિખરવાળા પહાડની જેમ અને એક દાંતવાળા હસ્તિની માફક શ્રી વાલીની સામે દોડ્યો અને શ્રી વાલીએ લીલા માત્રમાં ડાબા હાથથી શાખાવાળા વૃક્ષને પકડી લે, તેમ ચંદ્રહાસ ખડ્ગની સાથે જ શ્રી રાવણને પકડી અને પંડિત એવા કપીશ્વર શ્રી વાલીએ દડાની જેમ શ્રી રાવણને બગલમાં સ્થાપન કરીને, એક ક્ષણવારમાં જ ચાર સમુદ્રવાળી પૃથ્વી ફરી વળ્યા.
૯૮
વીરવર શ્રી વાલીનું હારેલા રાવણ
પ્રત્યે કથન
શ્રી રાવણ ચંદ્રહાસ જેવા ખડ્ગરત્નને ઉપાડી મારવા દોડ્યા આવે, તે છતાં ધીરતાપૂર્વક ઊભા રહેવું, એ કાયર પુરુષો માટે શક્ય નથી. રાવણ પણ શ્રી વાલીના પરાક્રમથી દિગ્મૂઢ બની જાય છે અને બગલમાંથી દૂર કર્યા પછી શ્રી રાવણ પોતાના મસ્તકને નીચું નમાવીને કંઈ પણ બોલ્યા-ચાલ્યા વિના જઊભા રહે છે.
નીચે મસ્તકે ઊભેલા શ્રી રાવણને શ્રી વાલીમહારાજા હવે શું કહે છે તે જ જોવાનું છે. આવા પરાક્રમી પુરુષો પૂર્વના નિયાણા જેવા ખાસ કારણ સિવાય પ્રાય: ભવાભિનંદી હોતા જ નથી. આવા