________________
મહાપુરુષો યુદ્ધભૂમિને પણ એક જ ક્ષણમાં ધર્મભૂમિ બનાવી શકે છે. હવે શ્રી વાલીમહારાજા આ યુદ્ધભૂમિને ધર્મભૂમિ કેવી રીતે બનાવે છે અને શ્રીરાવણ પ્રત્યે કહે છે કે
वीतरागं सर्वविद माप्तं मैलोक्यपूजितम् ।
-
विनार्हतं न मे कश्चिन्नमस्योऽस्ति कदाचन
'વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને ત્રણે લોકથી પૂજિત એવા શ્રી અરિહંતદેવ વિના મારે કોઈ કદી નમસ્કાર કરવા યોગ્ય નથી.'
ܐ ܐ ܐ ܐ ܐ
સમ્યગ્દષ્ટિ આત્માનો કેવો શુદ્ધ નિશ્ચય હોય છે, એ વિચારજો ! શ્રી અરિહંતદેવને ગ્રહણ કરવાથી શ્રી અરિહંતદેવની આજ્ઞામાં વિચરતા નિગ્રંથો અને ધર્મી તરીકે તેમના અનુયાયીઓ પણ નમસ્કાર્યની કોટિમાં આવી જ જાય છે.
આ સિવાયના કોઈને પણ નમસ્કાર નહિ કરવાનો નિશ્ચય ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સંસારની સઘળી કામનાઓ ઉપર અંકુશ મૂકાય. સંસારની કામનાથી ઘેરાયેલા આત્માઓ તો ગમે તેના પણ ચરણને ચાટવા તૈયાર હોય છે.
ઉપરના પોતાના દૃઢ નિશ્ચયને શ્રી વાલીમહારાજાએ પ્રથમ જ શ્રી રાવણને તેના જ દૂત દ્વારા જણાવી દીધો હતો, છતાં અભિમાનના યોગે નમસ્કાર કરાવવા ઇચ્છતા શ્રી રાવણને શ્રી વાલીમહારાજા કહે છે કે
‘મંગોચિતં દ્વિષાં તં, ધમાન યેનમોહિતઃ । ડુમામવસ્થાં પ્રાપ્તોસિ,મસ્રનામ જૂહની રો’’ ‘ધિક્કાર છે તમારા અંગમાં ઉત્પન્ન થયેલા તે માનરૂપી શત્રુને, કે જેનાથી મોહિત થયેલા તમે મારા પ્રણામનો કુતૂહલી બની આ અવસ્થાને પામ્યા છો.'
શ્રી વાલીમહારાજા માનની દશાનું કેવું આબાદ વર્ણન કરી રહ્યા છે ! ખરેખર, માન એ એક એવી ભયંકર વસ્તુ છે કે જેના યોગે શ્રી રાવણ જેવા ભાગ્યશાળી આત્મા પણ વિષમદશાને પામ્યા ! પણ અહીં
૯૯
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪